આ છે ભારતની 10 સૌથી સુરક્ષિત કાર, Global NCAPની સેફ્ટી રેટિંગનો ખુલાસો

PC: odishabytes.com

હાલના દિવસોમાં જ સેફ કારોની સૂચિમાં ઘણી વૃદ્ધિ થઇ છે. જોકે, દરેક કાર નિર્માતા સેફ કાર બનાવવામાં સફળ નથી થઇ શકતા. જૂન 2022 સુધી ટોપ 10 સૌથી સુરક્ષિત કારોની સૂચીમાં બે કાર નિર્માતા ટાટા મોટર્સ અને મહિન્દ્રા મહત્વની જગ્યા બનાવી ચૂકી છે. Global NCAP દ્વારા ભારતમાં વેચાઇ રહેલી કારોની જાહેર થએલી ક્રેશ ટેસ્ટ રેટિંગ દ્વારા આ જાણકારી મળી છે.

ભારતમાં ટોપ 10 સૌથી સુરક્ષિત કારોની સૂચીમાં 10માંથી 7 કારો ટાટા મોટર્સ અને મહિન્દ્રાની છે અને અન્ય કારો હોન્ડા, ટોયોટા અને ફોક્સવેગનની છે. ભારતમાં ટોપ 10 સૌથી સુરક્ષિત કારોની સૂચીમાં ટોપ 5 કારોમાં ટાટા પંચ, મહિન્દ્રા XUV300, ટાટા એલ્ટ્રોઝ, ટાટા નેક્ઝોન અને મહિન્દ્રા XUV700 શામેલ છે. આ કારોને Global NCAP દ્વારા કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. તેનાથી ખબર પડે છે કે, કાર મેન્યુફેક્ચરિંગના મુદ્દે આ બે ભારતીય કંપનીઓ ખૂબ જ આગળ છે.

તે સિવાય, ટોપ 10 સૌથી સુરક્ષિત કોરની સૂચીમાં અન્ય 5 સ્થાનો પર 4 સ્ટાર રેટિંગ વાળી કારો છે. જેમાં હોન્ડા જેઝ, ટોયાટા અર્બન ક્રુઝર, મહિન્દ્રા મરાત્ઝો, ફોક્સવેગન પોલો અને મહિન્દ્રા થાર પણ શામેલ છે. જ્યારે ચાઇલ્ડ સેફ્ટીના મામલે સૌથી સુરક્ષિત કારોમાં મહિન્દ્રાની XUV700નો સ્કોર સૌથી સારો છે, ત્યાર બાદ થાર, ટાટા પંચ, XUV300 અને ટોયોટા અર્બન ક્રુઝર છે.

અહીં જાણવા જેવી બાબત તો એ છે કે, ટોયોટા અર્બન ક્રુઝર, મારુતી સુઝુકી બ્રેઝાનું રીબેજ્ડ વર્ઝન હોવા છતાં ટોપ 10 સુરક્ષિત કારોની સૂચીમાં શામેલ થવામાં કામિયાબ રહી છે તે વાત આશ્ચર્ય પમાડે એવી છે. જ્યારે બ્રેઝાનું આ લિસ્ટમાં નામ જ નથી.

સેફ્ટી રેટિંગ નીચે મુજબ છે

ટાટા પંચ – એડલ્ટ્સ - 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 4 સ્ટાર

મહિન્દ્રા XUV300  –  એડલ્ટ્સ – 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 4 સ્ટાર

ટાટા એલ્ટ્રોઝ - એડલ્ટ્સ – 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 3 સ્ટાર

ટાટા નેક્ઝોન – એડલ્ટ્સ – 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 3 સ્ટાર

મહિન્દ્રા XUV700  –  એડલ્ટ્સ – 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 4 સ્ટાર

હોન્ડા જેઝ – એડલ્ટ્સ – 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 3 સ્ટાર

ટોયોટા અર્બન ક્રુઝર – એડલ્ટ્સ – 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 3 સ્ટાર

મહિન્દ્રા મરાત્ઝો – એડલ્ટ્સ – 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 2 સ્ટાર

ફોક્સવેગન પોલો – એડલ્ટ્સ – 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 3 સ્ટાર

મહિન્દ્રા થાર -  એડલ્ટ્સ – 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી – 4 સ્ટાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp