12 સપ્ટેમ્બરે લોન્ચ થનારો iPhone 15 પ્રો વજનમાં હળવો હશે

PC: gsmarenapro.com

જેની iPhoneના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ હવે નજીક છે. 12 સપ્ટેમ્બરે Apple iPhone 15 લોન્ચ કરવાનો છે, ત્યારે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે, iPhone 15 પ્રો વેરિયન્ટ બીજા iPhoneના વેરિયન્ટ કરતા વજનમાં હળવો હશે. 12 તારીખે Apple iPhone 15, iPhone 15 પ્લસ, iPhone 15 પ્રો અને iPhone 15 પ્રો મેક્સ લોન્ચ કરશે. જેમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, iPhone 15 પ્રો અને પ્રો મેક્સની સ્ક્રીન મોટી જોવા મળશે અને તેમાં બેઝલ ઓછી જોવા મળશે. મેકરુમર્સના રિપોર્ટ મુજબ iPhone 15 પ્રો અગાઉના વેરિયન્ટ કરતા 18 ગ્રામ હળવો હોય શકે છે. અને થોડો પાતળો પણ હોય શકે છે. આ ઉપરાંત iPhone 15 પ્રો મેક્સનો વજન 19 ગ્રામ ઓછો હોય શકે છે.  આ ઉપરાંત નવા iPhoneમા બેટરી લાઇફ પણ સારી આવશે તેવો રિપોર્ટ છે.

Apple સપ્ટેમ્બરમાં નવી iPhone 15 સીરિઝનું અનાવરણ કરે તેવી અપેક્ષા છે. 2022ની જેમ 2023માં લોન્ચ થનારી iPhone 15 સીરિઝમાં iPhone 14, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max પણ લૉન્ચ થઈ શકે છે. એવા અહેવાલો છે કે, iPhone 15 Pro Max સ્માર્ટફોનને iPhone 15 Ultra તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી શકે છે. આઇફોન 15 અલ્ટ્રામાં પાછલા આઇફોન 15 પ્રો મેક્સ જેવા મોટા કેમેરા સેન્સર હોવાના અહેવાલ છે. આ iPhoneમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સોની સેન્સર આપવામાં આવી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, વર્તમાન iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં 48-મેગાપિક્સલનો Sony IMX803 સેન્સર આપવામાં આવ્યો છે.

Tipster Ice universe (@UniverseIce)એ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ Twitter પર iPhone 15 Proના કેમેરા સ્પેસિફિકેશન વિશે માહિતી આપી હતી. ટિપસ્ટર અનુસાર, Appleના આવનારા ફ્લેગશિપ ફોનમાં 48-મેગાપિક્સલનો Sony IMX903 સેન્સર હશે. અહીં તમને જણાવી દઈએ કે, 2022માં લૉન્ચ થયેલા iPhone 14 Pro Maxમાં Sony IMX803 48-મેગાપિક્સલનો રિયર કૅમેરો આપવામાં આવ્યો છે.

iPhone 14 Pro Maxનો કેમેરો 1/1.28 ઇંચનો છે જ્યારે Sony IMX903 પાસે લગભગ 1 ઇંચનો સેન્સર છે. મોટા સેન્સર સાથે, વપરાશકર્તાઓ પહેલા કરતા વધુ વિગતવાર અને પ્રકાશ સાથે ફોટા કેપ્ચર કરવામાં સક્ષમ હશે. આગામી iPhone મોડલમાં કેમેરાની સાઇઝમાં વધારો થવાને કારણે કેમેરા બમ્પરની સાઈઝ પણ વધી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ Xiaomi જેવી ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓએ 1 ઈંચ સેન્સર વાળા એન્ડ્રોઈડ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે. Sony IMX903 રિયર સેન્સર સાથે એપલ તેના હરીફોને ટક્કર આપી શકશે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, iPhone 15 Pro Maxમાં 5-6x ઓપ્ટિકલ ઝૂમ સાથે પેરિસ્કોપ લેન્સ પણ આપવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, Appleએ iPhone 14 સીરીઝ સાથે પ્રથમ વખત પ્રો મોડલમાં કેમેરા હાર્ડવેરને અપગ્રેડ કર્યું છે. કંપનીએ iPhone 14 Pro સીરિઝમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર સેન્સર આપ્યો છે. 48-મેગાપિક્સલના પ્રાથમિક સેન્સર સિવાય, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 3x ઓપ્ટિકલ ઝૂમ, અપર્ચર F/2.8 સાથે 12-મેગાપિક્સલનો ટેલિફોટો કૅમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્માર્ટફોનમાં અપર્ચર F/2.2 સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ પણ છે. iPhone 14 Pro સીરિઝમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12-મેગાપિક્સલનો TrueDepth કૅમેરો છે. અહીં તમને જણાવી દઈએ કે, મોટા કેમેરા સેન્સર માત્ર પ્રો મોડલમાં છે, જ્યારે iPhone 14 અને iPhone 14 Plusમાં ડ્યુઅલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા સેટઅપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp