iPhone 15 સીરિઝ લૉન્ચ, એન્ડ્રોઇડ ચાર્જરથી ચાર્જ થશે,આ વેરિયન્ટના 1,99,900 રૂપિયા

PC: twitter.com

Apple એ iPhone 15 સિરીઝ હેઠળ બે હેન્ડસેટ iPhone 15 અને iPhone 15 Plus લૉન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ આ શ્રેણીમાં ડાયનેમિક આઇલેન્ડનો પણ ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે, કંપનીએ આઇફોન 14 પ્રો સિરીઝમાં ડાયનેમિક આઇલેન્ડનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આઇફોન 14માં સ્ટાન્ડર્ડ નોચ આપી હતી.

iPhone 15માં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં પ્રાથમિક કેમેરા 48MP છે. કંપનીનો દાવો છે કે, આની મદદથી એકદમ ક્લિયારિટી સાથેનો ફોટો ક્લિક કરી શકાય છે. ઉપરાંત, આ ફોન ફોટાને નેક્સ્ટ લેવલનો અનુભવ આપી શકે છે. આમાં વપરાશકર્તાઓને પ્રકાશ અને વિગતોનું સંપૂર્ણ સંતુલન મળશે. નેક્સ્ટ જનરેશન પોટ્રેટ મોડ ઉપલબ્ધ થશે. આ સાથે, એક નવો ફોકસ મોડ ઉપલબ્ધ થશે. આ ફોકસ મોડ ઓછા પ્રકાશ અને દિવસના પ્રકાશમાં સારી રીતે કામ કરશે. નવા સ્માર્ટ HDR સારા ફોટા ક્લિક કરવામાં પણ મદદ કરશે.

iPhone 15માં 6.1 ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે iPhone 15 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. આ બંને હેન્ડસેટમાં OLED સુપર રેટિના ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. iPhone 15ને પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જે પિંક, યલો, ગ્રીન, બ્લુ અને બ્લેકમાં આવે છે.

iPhone 15ની કિંમત 799 ડૉલર (અંદાજે રૂ. 66,195) છે, જ્યારે iPhone 15 Plusની કિંમત 899 ડૉલર (અંદાજે રૂ. 74,480) છે. ભારતમાં iPhone 15ની શરૂઆતની કિંમત 79,990 રૂપિયા હશે, જ્યારે iPhone 15 Plusની શરૂઆતની કિંમત 89,990 રૂપિયા હશે.

iPhone 15 Proની કિંમતની વાત કરીએ તો આ ફોનનું 128 gbનું વેરિયન્ટ 134900 રૂપિયાનું મળશે, જ્યારે 1 TBનું વેરિયન્ટ 184900 રૂપિયાનું મળશે, જ્યારે iPhone 15 Pro Maxનું 128 gb વેરિયન્ટ 159900નું મળશે, જ્યારે iPhone 15 Pro Max નું 1 TB વેરિયન્ટ 199900 રૂપિયામાં મળશે.

iPhone 15માં A16 Bionic ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 6 કોર CPU હશે, જે A15 Bionic કરતા 20 ટકા ઓછો પાવર વાપરે છે. તે આખો દિવસ બેટરી લાઈફ આપશે.

રોડ આસિસ્ટ સર્વિસ iPhone 15માં ઉપલબ્ધ હશે. iPhone 15 સિરીઝના યુઝર્સને સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર બે વર્ષ માટે ફ્રીમાં મળશે. સેટેલાઈટ કનેક્ટિવિટીની મદદથી યુઝર્સ ઈમરજન્સી દરમિયાન સ્થાનિક સત્તાવાળાઓની મદદ લઈ શકે છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ઇન્ટરનેટ અને સેલ્યુલર નેટવર્ક વિના પણ કામ કરે છે.

લેટેસ્ટ આઇફોન ફોટોગ્રાફીની દ્રષ્ટિએ ઉત્તમ છે. પ્રથમ વખત, iPhone 15 અને iPhone 15 Plusની પાછળની બાજુએ 48MP પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ સેન્સર વધુ સારી વિગતો સાથે ફોટા લેવા માટે સક્ષમ છે. તેને 2x ઝૂમ કરી શકાય છે. એપલના જણાવ્યા અનુસાર, આઇફોનના સેન્સર સેટિંગ્સને પોટ્રેટ મોડમાં સ્વિચ કર્યા વિના પોટ્રેટ ફોટા લઈ શકાય છે. iPhone 14ની જેમ iPhone 15 અને iPhone 15 Plusમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

તેમાં 48MP પ્રાથમિક કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર શામેલ છે. ગયા વર્ષના iPhoneની જેમ, તેમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ઑટોફોકસ સાથેનો ફ્રન્ટ 12MP ટ્રુડેપ્થ કૅમેરો પણ છે. લેટેસ્ટ iPhoneની બેઝ ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp