iPhone 15માં ભારતીય GPS મળશે, ISROની આ સિસ્ટમ ચીનની મુશ્કેલીઓ વધારશે!

PC: indiatoday.in

Apple iPhone 15 લોન્ચ કરવામાં આવ્યો છે, જે ઘણી રીતે ખાસ છે. જો તમે ભારતીય છો, તો તમને જાણીને નવાઈ લાગશે કે, એપલ દ્વારા પહેલીવાર સ્વદેશી GPS નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, વર્તમાન PM મોદી સરકાર લાંબા સમયથી સ્માર્ટફોન કંપનીઓ પર સ્વદેશી GPS નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવા માટે દબાણ કરી રહી છે.

આવી સ્થિતિમાં Appleએ iPhone 15ના પસંદગીના મોડલ્સમાં NavICને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે. આ GPS સિસ્ટમનો ઉપયોગ લેટેસ્ટ iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં થશે. કંપનીના પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા iPhone 15 મોડલમાં Apple દ્વારા NavIC સપોર્ટ આપવામાં આવશે.

NavIC એક સ્વતંત્ર નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, જેને બનાવવા માટે ભારતે સખત મહેનત કરી છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISROએ NavICની રચના કરી છે. આ સિસ્ટમ ભારત અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અને સમયની ચોક્કસ માહિતી આપે છે. NavICમાં અડધા ડઝનથી વધુ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. NavIC સમગ્ર ભારતમાં કવરેજ આપે છે.

NavICનો ઉપયોગ જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે મુસાફરી કરવાનું સરળ બનાવશે. આ તમામ સેવાઓ વ્યક્તિ વિશે સચોટ માહિતી આપી શકશે. તે કોઈ કામકાજનું મોનિટરિંગ અને સર્વે જેવા કામમાં પણ મદદ કરશે.

આ અગાઉ, ફોન ઉત્પાદક કંપનીઓએ દલીલ કરી હતી કે, સ્વદેશી GPS સિસ્ટમ સાથે, હાર્ડવેરમાં ફેરફાર કરવા પડશે, જેનાથી સ્માર્ટફોનની કિંમતમાં વધારો થશે. અહીં તમને જણાવી દઈએ કે, Apple પહેલા, NavICને Xiaomiના Mi 11X, 11T Pro, OnePlus Nord 2T અને Realme 9 Pro સહિત ઘણા સ્માર્ટફોન્સમાં સપોર્ટ કરવામાં આવે છે.

iPhone 15 Proની બોડીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, જે ટાઇટેનિયમનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે, ટાઇટેનિયમના તે ગ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ અમેરિકન સ્પેસ એજન્સી NASA તેના મિશનમાં કરે છે. જેના કારણે આ ફોન વધુ ખાસ બની ગયો છે.

iPhone 15 Proની ખાસિયત તેનો કેમેરો છે, જેમાં યુઝર્સ 3D વીડિયો પણ રેકોર્ડ કરી શકશે. તેમાં 48 મેગા પિક્સલનો પ્રાઈમરી લેન્સ છે, જે ખૂબ જ ઓછા પ્રકાશમાં ફોટો ક્લિક કરવાની સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 3X ટેલિફોટો લેન્સ પણ આપવામાં આવ્યા છે. iPhone 15 Pro Max વર્ઝનમાં 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 12 મેગા પિક્સલનો ટેલિફોટો લેન્સ છે. યુઝર્સને શ્રેષ્ઠ મેક્રો કેમેરા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp