ચંદ્ર બાદ ISROનું લક્ષ્ય સૂર્ય, આગામી મહિને લોન્ચ થશે આ મિશન

PC: content.techgig.com

14 જુલાઇના રોજ ચંદ્રયાન-3 લોન્ચ થયા બાદ ISROનું ફોકસ સૂર્ય મિશન પર છે. કોરોના વાયરસના કારણે ચંદ્રયાન-3ના લૉન્ચિંગમાં મોડું થયું છે, પરંતુ હવે ISROએ પોતાના મિશનને પૂરું કરવાનું વિચારી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચંદ્રયાન-3, 23 કે 24 ઑગસ્ટ સુધીમાં ચંદ્રમાની સપાટી પર પહોંચી જશે અને ISRO તેના ત્રીજા દિવસ બાદ સૂર્ય મિશન લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતનું પહેલું સૂર્ય મિશન આદિત્ય એલ-1 (Aditya L1) 26 ઑગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે.

ઈકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ISRO ચીફ એસ. સોમનાથે ગુરુવારે કહ્યું કે, ‘સૂર્યની સ્ટડી કરવા માટે આદિત્ય એલ-1 મિશનની તૈયારી ચાલી રહી છે. સાથે જ અલ્ટ્રાસોલર ગ્રહો (એક્સોપ્લેનેટ)ની સ્ટડી કરવા માટે એક ઉપગ્રહ બનાવવા પર પણ ચર્ચા ચાલી રહી છે. આદિત્ય સૂર્ય-પૃથ્વી પ્રણાલી પ્રભામંડળ કક્ષાના લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1)ની આસપસ્થી પસાર થશે. તેની પૃથ્વીથી દૂરી 15 લાખ કિલોમીટર છે. આ સ્થિતિથી આ યાન સૂર્યને સારી રીતે જોઈ શકશે.

આ યાનના માધ્યમથી સૂર્યની અલગ અલગ પ્રક્રિયાઓને જોઈ શકાશે. તમે એ જોઈ શકશો કે સૂર્યની ગતિવિધિઓનો અંતરીક્ષના હવામાન પર કેવો પ્રભાવ પડે છે. આદિત્ય એલ-1ને ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) દ્વારા અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવશે. અનુમાન છે કે, લોંચથી લઈને પોતાના ટારગેટ સુધી પહોંચવામાં તેને ઓછામાં ઓછા 4 મહિના લાગશે. ISROનું ગત મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું. પરિણામ સ્વરૂપ ચંદ્રયાન-3 મિશન પર અતિરિક્ત ફોકસ કરવામાં આવ્યું. ઇન્ડિયન સ્પેસ રિસર્સ એજન્સી (ISRO)એ ભારતના સૌથી ભારે GSLVએ ચંદ્રયાન-3ને લઈ જનારા અંતરીક્ષ યાનનું પ્રક્ષેપણ કર્યું.

ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરમાં વિકસિત કરવામાં આવ્યું હતું. તે ચંદ્રમા બાબતે જાણકારી એકત્ર કરશે. ISRO આ પરિયોજનાને લઈને ખૂબ જ આશ્વસ્ત અને ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટી કે ચંદ્રની માટીની પરિક્રમા કરતા અને તેના પર્યાવરણનું રાસાયણિક વિશ્લેષણ કરશે. તે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રની પરિક્રમા કરશે. જેવું જ ભારત ચંદ્રનો અભ્યાસ શરૂ કરશે, ચંદ્રયાન-3 યાનને ધરતી પર ઉતરશે અને તેને રેકોર્ડ કરશે. ભારત આ દુર્લભ કામને યોગ્ય રીતે કરનારો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp