લોન્ચ થયું 4G કનેક્ટિવિટીવાળું સસ્તું લેપટોપ, જાણો કિંમત અને ફિચર્સ

PC: businesstoday.in

જિયોએ આખરે સોમવારે (31 જુલાઇ 2023ના રોજ) પોતાના નવા બજેટ લેપટોપ પરથી પડદો ઉઠાવી દીધો છે. નવા JioBookને કંપનીએ JioOS, 11.6 ઇંચ સ્ક્રીન અને પાવરફૂલ ઓક્ટા કોર ચિપસેટ સાથે ઉપલબ્ધ કરાવ્યું છે. રિલાયન્સ જિયોની નવી ડિવાઇસને 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ સસ્તા લેપટોપના ફિચર્સ અને કિંમત બાબતે.

JioBook લેપટોપનું વેચાણ 5 ઑગસ્ટ 2023થી આખા દેશમાં શરૂ થશે. આ સસ્તા લેપટોપને 16,499 રૂપિયામાં ખરીદી શકાય છે. ગ્રાહક આ ડિવાઇસને રિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોરથી ખરીદી શકાય છે. એ સિવાય આ લેપટોપ અમેઝોન ઇન્ડિયા પર પણ વેચાશે. JioBookમાં 11.6 ઇંચ એન્ટી ગ્લેયર HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટોપ 4G અને ડબલ બેંસ વાઇફાઇ કનેક્ટિવિટી સાથે આવે છે. ડિવાઇસને JioOS ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કર્યું છે.

નવું લેપટોપ અલ્ટ્રા સ્લિમ છે અને મોડર્ન ડિઝાઇન સાથે આવે છે. ડિવાઇસનું વજન 900 ગ્રામ છે. આ લેપટોપમાં પાવરફૂલ ઓક્ટા કોર ચિપસેટ આપવામાં આવ્યું છે જે સ્મૂથ મલ્ટીટાસ્કિંગ ઓફર કરે છે. JioBook લેપટોપ પર કંપની 1 વર્ષની મેન્યૂફેક્ચરર વૉરન્ટી આપી રહી છે. આ ડિવાઇસમાં 4GB RAM આપવામાં આવી છે. લેપટોપ 4G LTE અને ડબલ બેંસ વાઇફાઇ કનેક્ટિવિટી સાથે ઉપલબ્ધ કરાવ્યું છે. લેપટોપમાં 64 GB ઇન્ટરબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

આ ડિવાઇસમાં 4GB RAM આપવામાં આવી છે. લેપટોપને 4G LTE અને ડબલ બેન્ડ વાઇફાઇ કનેક્ટિવિટી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. લેપટોપમાં 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને MicroSD કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. JioBookમાં ઇન્ફિનિટી કીબોર્ડ, મોટું મલ્ટી જેસ્ચર ટ્રેકપેડ અને ઇન બિલ્ટ USB/HDMI પોર્ટ આપવામાં આવ્યા છે.

જિયોએ લોન્ચના અવસર પર કહ્યું કે, અમારી સતત ભલામણ રહે છે કે અમે તમારા માટે કંઇક એવું લાવીએ જે નવું શીખવામાં મદદ કરે અને જિંદગીને સરળ બનાવે. નવું JioBook દરેક ઉંમરના વ્યક્તિ માટે બન્યું છે. તેમાં ઘણા એડવાન્સ ફીચર છે અને કનેક્ટ કરવા માટે ઘણી રીત છે. JioBook શીખવાની રીતે ક્રાંતિકારી બદલાવ હશે, લોકો માટે વિકાસની નવી રીતો લાવશે અને તમને નવી સ્કિલ પણ શીખવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp