Scorpio-Nમાં શું સનરુફમાંથી પાણી અંદર જાય, મહિન્દ્રાએ મજબૂર થઈને બનાવ્યો આ Video

PC: khabarchhe.com

ગયા વર્ષે મહિન્દ્રાએ Scorpio-N લોન્ચ કરી હતી, જેને ગ્રાહકો પાસેથી શાનદાર પ્રતિક્રિયા મળી હતી. શરૂઆતમાં Scorpio-Nનો વેઇટિંગ પીરિયડ 2 વર્ષ સુધી થઈ ગયો હતો. જો કે, અત્યારે તેનો વેઇટિંગ પીરિયડ થોડો ઓછો થયો છે, પરંતુ એ છતા લગભગ દોઢ વર્ષનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. આ દરમિયાન હાલમાં જ યુટ્યુબ પર એક વીડિયો સામે આવ્યો અહતો, જેમાં Scorpio-Nની સનરૂફથી પાણી લીકેજ થતું દેખાઈ રહ્યું હતું.

સફેદ કલરની Scorpio-Nને એક ઝરણા નીચે લઈ જવામાં આવી હતી, જ્યાં કારની છત પર પડનારા ઝરણાંનું પાણી સનરૂફના માર્ગે કારની અંદર પહોંચી રહ્યું હતું. તે વીડિયો ખૂબ વાયરલ થયો હતો. વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. ઘણા લોકોએ સનરૂફવાળી ગાડી ન લેવાની વાત કહી અને ઘણા લોકોએ Scorpio-Nની ક્વાલિટી પર શંકા વ્યક્ત કરી. ત્યારબાદ હવે મહિન્દ્રાએ પોતાની તરફથી વીડિયો જાહેર કર્યો છે, જેમાં સફેદ કલરની Scorpio-Nને એ જ ઝરણા નીચે લઈ જવામાં આવી, જેને ઝરણા નીચે વાયરલ વીડિયો વાળી Scorpio-Nને લઈ જવામાં આવી હતી.

લગભગ 1 મિનિટના આ વીડિયોમાં મહિન્દ્રાએ એ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે, Scorpio-Nની સનરૂફમાં કોઈ કમી નથી. મહિન્દ્રાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં Scorpio-Nને ઝરણા નીચે લઈ જવામાં આવી છે અને તેની રૂપ પર ઝરણાંનું પાણી પડી રહ્યું છે, પરંતુ સનરૂફથી ક્યાંય લીકેજ થતું દેખાઈ રહ્યું નથી.

વીડિયો સામે મહિન્દ્રાએ લખ્યું કે, ‘ઓલ ન્યૂ Scorpio-Nના જીવનનો બસ વધુ એક દિવસ. મહિન્દ્રએ Scorpio-Nને એ જ વૉટરફોલ નીચે ઊભી કરીને લિકેજની ટેસ્ટિંગ કરી. રસપ્રદ વાત એ છે કે આ વખત Scorpioમાં કોઈ વોટર લીકેજ ન જોવા મળ્યું. મહિન્દ્રએ એકમ પણ કહ્યું કે, આ વીડિયો પ્રોફેશનલના ગાઈડેન્સમાં કરવામાં આવ્યો છે અને કંપનીની દર્શકોને અપીલ છે કે તેઓ  પ્રકારે સ્ટંટ ન કરે.

મહિન્દ્રા Scorpioનું ટોપ વેરિયન્ટ સિંગલ પેન ઇલેક્ટ્રિક સનરૂફ સાથે આવે છે. મહિન્દ્રાએ Scorpio-Nના Z6, Z8 અને Z8L વેરિયન્ટમાં આ ફીચર આપે છે. જેની કિંમત 15.64 લાખ રૂપિયાથી શરૂ થઈને 24.05 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. આ SUVમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કનેક્ટેડ કાર ટેક્નિક સાથે 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડબલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, એક વાયરલેસ ફોન ચાર્જર, 6 વે પાવર્ડ ડ્રાઈવરની સીટ, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp