Kia EV9 સિંગલ ચાર્જમાં આપશે 541 કિમીની રેન્જ, જાણો તેની ખાસિયતો

સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની Kiaએ ગત જાન્યુઆરી મહિનામાં નોયડામાં આયોજિત ઓટો એક્સપો દરમિયાન પોતાના કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક SUV Kia EV9 પરથી પડદો ઉઠાવ્યો હતો. હવે કંપનીએ આ ઇલેક્ટ્રિક SUVના પ્રોડક્શન રેડી મોડલને શોકેસ કર્યું છે. આ ઇલેક્ટ્રિક SUVની સૌથી ખાસ વાત એ છે કે, તે પોતાના કોન્સેપ્ટ મોડલને ઘણી મળતી આવે છે. તેનું એક્સટીરિયર, ઈન્ટીરિયર, ડાયમેન્શન અને ડિઝાઇન એકદમ એવી જ છે જેવી કંપનીના કોન્સેપ્ટ મોડલમાં બતાવવામાં આવી હતી.

કંપની Kia EV9  ઇલેક્ટ્રિક SUVને એપ્રિલ 2023ના પહેલા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં રજૂ કરશે અને તેને આધિકારીક રીતે વેચાણ માટે ફેબ્રુઆરી 2025માં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી તેમ આગામી 2027 સુધી કુલ 15 ઇલેક્ટ્રિક કારોને બજારમાં ઉતારવાની યોજના છે. તો તમે પણ જાણી લો કે નવી Kia EV9 SUVમાં શું છે ખાસ?

ડિઝાઇનના મામલામાં Kia EV9 ખૂબ જ એડવાન્સ છે. તેને કંપનીએ ડી-સેગ્મેન્ટ SUV તરીકે ડિઝાઈન કરી છે, E-GMP પ્લેટફોર્મ પર તૈયાર કરવાના કારણે આ SUV માં સારો વ્હીલબેઝ મળે છે અને કેબિનની અંદર ઘણી જગ્યા મળે છે. તેના કેબિનમાં ફ્લેટ ફ્લોર એરિયા પણ મળે છે. તેના ફ્રન્ટ એન્ડમાં શાર્પ અને એંગ્યુલર ફેંડર્સની સાથે બોક્સી શોલ્ડર આપવામાં આવ્યા છે. Kia EV9 SUV ના ફ્રન્ટ ફેસને ડિજિટલ ટાઇગર ફેસ કહેવામાં આવી રહ્યો છે.

Kia EV9ની અંદર, કેબિનનું એક પ્રમુખ આકર્ષણ ચામડાને બદલે ઉપયોગમાં લેવાતા વિવિધ સસ્ટેનેબલ મટિરિયલ્સ છે. આ કારના કેબિનમાં લેધરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કંપનીએ આ કારને પર્યાવરને અનુકૂળ મકાઈ અને શેરડીમાંથી બનેલા પ્લાન્ટ આધારિત બાયોપીયૂ જેવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જે તેને મજબૂતાઈ આપવાની સાથે કેબિનને આકર્ષક પણ બનાવે છે.

Kia EV9 SUVને તેના ઇન્સ્ટ્રૂમેન્ટેશન, ઇન્ફોટેન્મેન્ટ અને 14 સ્પીકર મેરિડિયન સાઉન્ડ સિસ્ટમ બંને માટે પેનોરમિક ડિસ્પ્લે મળે છે. પાછળની સીટોમાં 180 ડિગ્રી ફરવાવાળું ફંક્શન છે અને આગળ અને પાછળની સીટો પર મસાજ ફંક્શન છે. Kia EV9 SUVમાં આગળ અને પાછળ બે અલગ-અલગ સનરૂફ યૂનિટ આપવામાં આવ્યા છે.

Kia EV9 ને કંપનીએ બે અલગ-અલગ બેટરી પેક સાથે રજૂ કરી છે, એક લોઅર બેટરી પેક અને બીજો હાયર બેટરી પેક વર્ઝન છે. તેના લોઅર વર્ઝનમાં કંપનીએ 76.1kWh ની ક્ષમતાનો બેટરી પેક આપવામાં આવ્યો છે જે રિયર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. તેમજ હાયર વર્ઝનમાં કંપનીએ 99.8kWhની ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે જે રિયલ વ્હીલ ડ્રાઇવ અને ઓલ વ્હીલ ડ્રાઇવ બંને સિસ્ટમથી લેસ હશે.

આ ઇલેક્ટ્રિક SUVમાં આપવામાં આવેલું 99.8 kWh નો બેટરી પેક સિંગલ ચાર્જમાં 541 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. EV9 800 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે જે 15 મિનિટના ચાર્જથી 239 કિમીની રેન્જ પ્રદાન કરે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો EV9 માં એડવાન્સ ટ્રેક્શન કંટ્રોલ અને ઓટો ટેરેન મોડ પણ આપવામાં આવ્યું છે. આ SUV માં વ્હીકલ ટુ લોડ ફીચર પણ મળે છે જેનાથી તમે તેની બેટરીથી અન્ય ઇલેક્ટ્રિક ડિવાઈઝને પણ પાવર આપી શકો છો.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.