ઓટો એક્સ્પોમાં Kiaનો મોટો દાવ, એક સાથે ઘણી બધી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી

ટર નોઇડામાં ચાલી રહેલા 16મા ઓટો એક્સ્પોમાં સાઉથ કોરિયન વાહન નિર્માતા કંપની KIAએ પોતાની નવી EV9 કોન્સેપ્ટ અને નવી KA4 કારની સાથે પોતાના વિસ્તૃત વ્હીકલ રેન્જને રજૂ કરી છે. તેની સાથે જ કંપનીએ ભવિષ્યમાં 2000 કરોડ રૂપિયાના રોકાણની પણ ઘોષણા કરી છે, જેથી મોબિલિટીને પ્રોત્સાહન આપી શકે. કંપનીનું કહેવું છે કે, આ રોકાણનો ઉપયોગ EV સંબંધિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને વિનિર્માણ માટે કરવામાં આવશે.

KIAના પોડિયમ પર કારેન્સને એક પોલિસ વેન અને એમ્બ્યુલન્સના રૂપમાં પણ રજૂ કરવામાં આવી છે, જે સેગમેન્ટમાં પરપઝ બિલ્ટ વ્હીકલ્સ તરીકે છે. બ્રાન્ડે ઓટો એક્સ્પોને 16મા સંસ્કરણમાં પોતાની ઓલ ઇલેક્ટ્રિક કાર KIA Concept EV9ને રજૂ કરી છે. જ્યારે, KIA KA4, એક લગ્ઝરી RV તરીકે રજૂ કરવામાં આવી છે, જેને કંપનીએ આધુનિક ડિઝાઇન, વર્લ્ડ ક્લાસ સેફ્ટી, ઇનોવેશન અને એડવાન્સ્ડ ડાયનેમિક્સ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

KIA ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO, તાઇ જિન પાર્કે કહ્યું કે, KIA હંમેશાથી આગળ વધનારી બ્રાન્ડ છે, જે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીના સ્થાપિત માપદંડોને પડકાર આપવાથી ક્યારેય પાછળ નથી હટી. આપણે જે પર્યાવરણની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે, તેનો મુકાબલો કરવા માટે આજની દુનિયા એક નવા ઉપાયની તલાશમાં છે. મને ખુશી છે કે, અમે પોતાના વિશિષ્ટ સસ્ટેનેબિલિટી મોબિલિટી સમાધાનોને પ્રદર્શિત કરવામાં સક્ષમ છીએ.

તેમણે આગળ કહ્યું કે, EV6ના લોન્ચ સાથે, અમે ભારતમાં પોતાની ઇલેક્ટ્રિફિકેશન યાત્રા શરૂ કરી અને આજે, કોન્સેપ્ટ EV9ને પ્રદર્શિત કરીને અમે ભવિષ્યમાં પોતાના દૃષ્ટિકોણને સાભ કરી રહ્યા છીએ. તે સિવાય KA4 સાથે, અમે લોકપ્રિય SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માગીએ છીએ. આ મોટા રીક્રિએશનલ વ્હીકલમાં બોલ્ડ ડિઝાઇન તથા એન્જિન ક્ષમતા, સેફ્ટી અને લક્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે.

KIAએ કોન્સેપ્ટ કાર EV9ને પહેલી વખત નવેમ્બર, 2021માં લોસ એન્જેલસ ઓટો શોમાં પ્રસ્તુત કરી હતી. 2023ના પહેલા ક્વાર્ટરમાં વ્હીકલને આંતરરાષ્ટ્રીય બજારોમાં લોન્ચ કરવામાં આવશે. બ્રાન્ડના કેલિફોર્નિયા ડિઝાઇન સ્ટૂડિયોમાં આ કારને ડિઝાઇન કરવામાં આવી છે અને ગ્લોબલ માર્કેટમાં પણ આ કાર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તે KIAની નવી ડિઝાઇન લેન્ગ્વેજ ઓપોસિટ્સ યૂનાઇટેડ પર આધારિત છે, આ કોન્સેપ્ટ બોલ્ડ ફોર નેચર પિલરથી પ્રભાવિત છે, જે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કારને એક બોલ્ડ આકાર આપવામાં મદદ કરે છે.

આ ઇલેક્ટ્રિક કારને બોક્સી લુક આપવાની સાથે તેના એક્સટીરિયરને સારું બનાવવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે. તેની સાઇડ પ્રોફાઇલ એડવાન્સ એન્ગ્યુલર લુકની સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તેની લંબાઇ 4930 મીલીમીટર, પહોળાઇ 2055 મીલીમીટર, ઉંચાઇ 1790 મીલીમીટર અને તેમાં 3100 મીલીમીટરનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. જોકે, કંપનીએ તેના ઇન્ટીરિયર વિશે કોઇ ખુલાસો નથી કર્યો.

KIA કોન્સેપ્ટ EV9 E-GMP પર બેસ્ડ છે, જે KIAનુ EV ડેડિકેટેડ પ્લેટફોર્મ છે. જેમાં બેટરી, મોટર અને પાવર ઇલેક્ટ્રિક સિસ્ટમ સહિત વ્હીકલની ચેસિસ શામેલ છે અને તેના સ્કેલેબલ વ્હીલબેસના કારણે કંપનીને અલગ રીતના વ્હીકલનું નિર્માણ કરવામાં મદદ મળે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ હાલના સમયમાં ભારતમાં વેચવામાં આવનારી EV6માં પણ કરવામાં આવ્યો છે.

KIA KA4ને કંપનીએ પર્પઝ વ્હીકલ તરીકે રજૂ કરી છે, જેને SUV ડિઝાઇન આપવામાં આવી છે. KA4માં એક અસરદાર સ્ટાન્સ અને નવા એક્સ્ટીરિયર જોવા મળે છે. વ્હીકલનું ઇન્ટીરિયર KIAના કેલિફોર્નિયા ડિઝાઇન સ્ટૂડિયો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેને ટેલ્યુરાઇડ અને 2021 સોરેન્ટો જેવી ગ્લોબલ એવોર્ડ વિનિંગ વ્હીકલ પણ બનાવ્યા છે. KIA KA4 કાર્ગો તથા પેસેન્જર સ્પેસ અને સીટિંગ લેઆઉટમાં સટીક ઇનોવેશનને દર્શાવે છે.

કંપનીનું કહેવું છે કે, તેમાં ADAS ટેક્નિકની સાથે જ રિમોટ સ્માર્ટ પાર્કિંગ અસિસ્ટ, લેન ફોલોઇંગ અસિસ્ટ, ફોરવર્ડ કોલઝન એવોયડન્સ અસિસ્ટ અને બ્લાઇન્ડ સ્પોટ અવોઇડન્સ અસિસ્ટ જેવા ફીચર્સ પણ શામેલ છે. તે સિવાય, વાહનમાં ડ્યુઅલ સનરૂફ,  12.3 ઇંચની AVNT, વાયરલેસ સ્માર્ટ ચાર્જિંગ અને મલ્ટી બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે રજૂ કરવામાં આવી છે. તેની ખાસ વાત છે કે, તેમાં રિયર ઓક્યુપન્ટ એલર્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે અલ્ટ્રા સોનિક તરંગોની મદદથી, દરવાજો બંધ થયા બાદ વાહનને પાછળની તરફ પેસેન્જર મૂવમેન્ટની જાણ કરે છે.

KIAએ આ ઓટો એક્સ્પોમાં પોતાના પોડિયમમાં એક કારેન્સ બેસ્ડ પોલીસ કાર અને એમ્બ્યુલન્સને પણ રજૂ કરી છે. તેની સાથે જ બ્રાન્ડે પરપઝ બિલ્ટ વ્હીકલ સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે, જેનાથી વિશેષ સંસ્થાનોની મોબિલિટી સંબંધી જરૂરિયાતો માટે બજારની માગને પૂરી કરવામાં આવી શકે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.