10 કરોડની કાર! ક્રેઝ એવો કે લોન્ચ પહેલા જ મળી ગઇ 2 વર્ષની બૂકિંગ

PC: bauersecure.com

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે 10 કરોડની એક કારનો લોકો એવી તો રાહ જોઇ રહ્યા છે કે હવે તેને બુક કરાવવા પર 2 વર્ષ સુધીની રાહ જોવાની રહેશે. દુનિયાની દિગ્ગજ સુપરકાર મેન્યુફેક્ચરિંગ કંપની લેમ્બર્ગિની પોતાની નવી સુપરકાર Revueltoને લોન્ચ કરવા જઈ રહી છે. આ કારને લઇ લોકોમાં એટલો ક્રેઝ છે કે કંપનીને એટલી બુકિંગ મળી ચૂકી છે કે તેને પૂરી કરવામાં 2 વર્ષનો સમય લાગી જશે. જાણો શું ખાસ છે આ સુપરકારમાં...

રેવ્યૂલ્ટો લેમ્બર્ગિનીની પહેલી પ્લગ ઈન હાઈબ્રિડ કાર રહેશે. આ કાર કંપનીની 12 વર્ષથી આવી રહેલી એવેંટાડોરને રિપ્લેસ કરશે. કંપની એંવેંટાડોરનું પ્રોડક્શન બંધ કરવા જઈ રહી છે. તેના સ્થાને વધારે પાવરફુલ અને જોરદાર Revuelto બજારમાં લાવવા જઇ રહી છે. Revueltoમાં કંપનીએ પહેલા જેવું જ v12 પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ પહેલા મર્સિએલેગોમાં પણ આ એન્જિન આપવામાં આવતું હતું. આ કારને એવેંટાડોરે રિપ્લેસ કરી હતી. હવે એવેંટાડોરને Revuelto રિપ્લેસ કરવા જઇ રહી છે.

આ સુપરકારમાં 6.5 લીટરનું v12 નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે હાઈબ્રિડ છે. આ કાર પ્લગઈન હાઈબ્રિડ રહેશે અને જેને ચાર્જ કરવાની જરૂરત રહેશે. આ કારમાં 3 મોટરનું સેટઅપ છે. જેની બે મોટર ફ્રંટ વ્હીલ્સને પાવર આપશે, તો જરૂરત પડવા પર આ કારની એક મોટર રિયર વ્હીલને પાવર આપશે. તો કારનું દમદાર એન્જિન રિયર વ્હીલને પાવર આપશે. માટે આ કારને રિયર વ્હીલ ડ્રિવન કહેવામાં આવશે. Revueltoમાં તમને 8 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સેટઅપ જોવા મળશે.

સ્પીડઃ

Revuelto માત્ર 2.5 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પકડી લેવાની ક્ષમતા રાખે છે. જેની ટોપ સ્પીડની વાત કરીએ તો આ કાર 350 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. Revueltoને 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં માત્ર 7 સેકન્ડનો સમય લાગે છે.

Lamborghini Revueltoને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક મોડ પર પણ ચલાવી શકાય છે. એટલે કે આ દરમિયાન તેનું એન્જિન કામ કરશે નહીં અને કાર બેટરીના પાવર પર ચાલશે. જોકે આ દરમિયાન કારની રેન્જ લગભગ 70 કિમી જ રહેશે. તો તેની બેટરી પર સ્પીડ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

કારની ક્ષમતા વધારવા માટે આમાં 13 ડ્રાઈવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ અને પરફોર્મેંસ મોડ સૌથી અગત્યના છે. તેની સાથે જ સામાન્ય મોડ્સની વાત કરીએ તો સિટી, સ્ટ્રાડા, સ્પોર્ટ્સ અને કોર્સા પણ આમાં મળશે.

Lamborghini Revueltoની કિંમતનો ખુલાસો કંપનીએ કર્યો નથી પણ ઓટોકારની એક રિપોર્ટ પ્રમાણે આ સુપરકારની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા ઓન રોડની આસપાસ હોવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp