ઓછી કિંમત, નવો દેખાવ! OLAનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર આ તારીખે લોન્ચ થશે
દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની OLA તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Air માટે આવતીકાલે એટલે કે 28 જુલાઈ 2023થી ખરીદીની વિન્ડો ખોલી રહી છે. કંપનીએ તેના આગામી સ્કૂટરની કિંમતો પહેલેથી જ જાહેર કરી દીધી છે, જે તેને બ્રાન્ડના પોર્ટફોલિયોમાં સૌથી વધુ સસ્તું સ્કૂટર બનાવે છે. આ સ્કૂટરને કુલ ત્રણ વેરિયન્ટમાં ઓફર કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆતની કિંમત 1,09,999 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
એટલું ધ્યાનમાં રાખો કે, આ પ્રારંભિક કિંમત 31 જુલાઈ સુધી જ માન્ય રહેશે, ત્યારબાદ સ્કૂટરની કિંમતમાં વધારો કરવામાં આવશે. ઓફર સમાપ્ત થયા પછી, આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 1.19 લાખ રૂપિયાથી શરૂ થશે. એટલે કે ગ્રાહકોને લગભગ 10,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે. કંપની ઓગસ્ટ મહિનાથી જ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી પણ શરૂ કરશે.
OLAએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં S1 Airને તેના સૌથી સસ્તું મોડલ તરીકે રજૂ કર્યું હતું, જે કંઈ ખાસ કરી શક્યું ન હતું. હવે કંપનીએ તેમાં કેટલાક નવા ફેરફાર કર્યા છે, બેટરી પેકથી લઈને મિકેનિઝમમાં કેટલાક ફેરફારો જોવા મળશે. જે અંગે કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર પહેલા કરતા પણ વધુ સારું પરફોર્મન્સ આપશે. આ સ્કૂટરને નવા નિયોન ગ્રીન કલરમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, જે એકદમ આકર્ષક છે.
કંપનીનો દાવો છે કે, આ સ્કૂટરનું ટેસ્ટિંગ 5 લાખ કિલોમીટર સુધી કરવામાં આવ્યું છે. તે શરૂઆતમાં 2.7kW મોટર સાથે ઓફર કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 4.5kW યુનિટ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. તે બેલ્ટ-ડ્રાઈવને બદલે હબ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે તમે S1 અને S1 Proમાં જોઈ શકો છો. આ સિવાય કંપનીએ આ સ્કૂટરમાં અન્ય કેટલાક ફેરફાર કર્યા છે, જેથી તેની કિંમતમાં ઘટાડો કરી શકાય.
ઉદાહરણ તરીકે, આગળના ભાગમાં મોનોશોક સસ્પેન્શનને બદલે, ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં પણ આ પ્રકારના જ ફેરફારો કરવામાં આવ્યા છે. સ્કૂટરમાં બ્રેકિંગ માટે આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ ઉપરાંત પાછળ આપવામાં આવેલી ગ્રેબ રેલ પણ બદલવામાં આવી છે.
Ola S1 Airમાં કંપની 3kW ક્ષમતાનું બેટરી પેક ઓફર કરી રહી છે. ઓલા ઈલેક્ટ્રિકનો દાવો છે કે, આ બેટરી સિંગલ ચાર્જમાં 125 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. જો કે, કંપની દ્વારા તેના ચાર્જિંગ સમય વિશે હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. તેની ટોપ સ્પીડ 85 kmph છે અને તે ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ સાથે આવે છે, જેમાં ઇકો, નોર્મલ અને સ્પોર્ટ મોડનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp