થાર નહીં, મહિન્દ્રાની આ કારની છે સૌથી વધુ ડિમાન્ડ, 2.8 લાખ ઓર્ડર પેન્ડિંગ

PC: zeebiz.com

દેશની સૌથી મોટી SUV નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ની કારોને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. કંપની કાર વેચાણની બાબતે દેશમાં ચોથા નંબર પર છે. કંપનીની થાર, બોલેરો અને XUV700 ઘણી બધી પોપ્યુલર છે. જો કે, જો આંકડાઓ પર જોઈએ તો મહિન્દ્રાના ગ્રાહક સૌથી વધુ રાહ કોઈ બીજી કારની જોઈ રહ્યા છે. આ કાર મહિન્દ્રા સ્કૉર્પિયો છે, જેના પર સૌથી વધુ પેન્ડિંગ ઓર્ડર છે. મહિન્દ્રા પાસે હાલમાં 2.81 લાખ કરતા વધુ ઓર્ડર ઉપસ્થિત છે. તેમાં સૌથી વધુ ઓર્ડર 1.17 લાખ પેન્ડિંગ ઓર્ડર માત્ર મહિન્દ્રા સ્કૉર્પિયો પર છે.

તેમની સ્કૉર્પિયો લાઇનઅપમાં સ્કૉર્પિયો ક્લાસિક અને સ્કૉર્પિયો એન. સામેલ છે. આ મોડલ માસિક 14 હજાર યુનિટના અંતરાળથી પ્રોડક્શન થઈ રહ્યા છે. સ્કૉર્પિયો ક્લાસિક પર વેઇટિંગ પીરિયડ લગભગ 7 મહિના સુધી અને સ્કૉર્પિયો એન. પર વેઇટિંગ પીરિયડ લગભગ 17 મહિના સુધી છે. આ પ્રકારે મહિન્દ્રા XUV700 પર 78 હજાર પેન્ડિંગ ઓર્ડર છે. XUV700ની વિશેષ વાત એ છે કે તેના વાઇટિંગ પીરિયડનો સમાય વધુ હોવા છતા તેની ડિમાન્ડ ઓછી થઈ નથી.

મહિન્દ્રા દર મહિને 8 હજાર યુનિટ્સ તૈયાર કરી રહી છે. XUV700ની વિરોધી ટાટા સફારી દર મહિને 8 હજાર બુકિંગની આસપાસ છે. હાલમાં તેનો વેઇટિંગ પીરિયડ લગભગ 13 મહિનાનો ચાલી રહ્યો છે. એ સિવાય મહિન્દ્રાની સૌથી લોકપ્રિય પ્રોડક્ટમાંથી એક થાર પર 68 હજારથી વધુ ઓર્ડર પેન્ડિંગ છે. થાર માટે દર મહિને 10 હજાર નવા ઓર્ડર આવી રહ્યા છે. થાર 2WD અને 4WDના વેઇટિંગ પીરિયડ 15 મહિના સુધી છે. બોલેરો અને બોલેરો નિયૉન લગભગ 8,400 ઓર્ડર પેન્ડિંગ છે. કંપનીએ આ ત્રિમાસિકમાં 1 લાખ કરતા વધુ SUVની ડિલિવરી કરી છે અને તેના ગ્રાહકોને ઝડપથી ડિલિવરી આપવા માટે પૂરો પ્રયાસ કરી રહી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું પ્રદર્શન જૂન ત્રિમાસિકમાં શાનદાર રહ્યું. કંપનીએ 4 ઑગસ્ટના રોજ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકની જાહેરાત કરી. આ દરમિયાન કંપનીનો નફો 98 ટકા વધીને 2,774 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ અગાઉની સમાન અવધિમાં કંપનીનો નફો 1404 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 23 ટકાના ઉછાળ સાથે 24,368 કરોડ રૂપિયા રહી. નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિકમાં કંપનીની આવક 19,813 કરોડ રૂપિયા હતી. એનાલિસ્ટસ કંપનીનો નફો જૂન ત્રિમાસિકમાં 1,865 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp