મહિન્દ્રા લાવી રહી છે આ 9 સીટર કાર, જાણો ક્યારે થઇ રહી છે લોન્ચ
યૂટિલિટી વ્હીકલ્સના મામલામાં મહિન્દ્રાની કારોનો કોઈ જવાબ નથી. કંપની સતત તેના પોર્ટફોલિયોનો વિસ્તાર કરી કારોને અપડેટ કરી રહી છે. ખબર આવી રહી છે કે મહિન્દ્રા તેની પ્રચલિત કાર Bolero Neo Plusને નવા અપડેટ વર્ઝનની સાથે માર્કેટમાં લોન્ચ કરી રહી છે. જાણકારી અનુસાર, આ કારને કંપની સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરી શકે છે. આ કારને ટિયર-2 સિટીના ગ્રાહકોને ધ્યાનમાં લઇ રજૂ કરવામાં આવશે.
જણાવીએ કે TUV300 પ્લસનું આ ફેસલિફ્ટ વર્ઝન રહેશે. જેને ખૂબ જ ઓછા સમય માટે રજૂ કરવામાં આવી હતી. નવી બોલેરો નિયો પ્લસમાં ગ્રાહકોને સિટિંગ સ્પેસ અને કેપિસિટી બંને મળશે. કંપની આ કારને બે સીટ કોન્ફિગરેશનમાં રજૂ કરી શકે છે. જેમાં 7 સીટર અને 9 સીટરનો વિકલ્પ મળશે. એવો લોકો જેઓ ઓછા ખર્ચામાં વધારે સ્પેસ અને વધારે સીટવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
આ SUVની ટેસ્ટિંગ કંપની 2019થી કરી રહી હતી, હવે જઇ તેને લોન્ચ કરવામાં આવશે. બોલેરો લાઇનઅપનું આ ત્રીજુ મોડલ રહેશે. આ પહેલા બોલેરો અને બોલેરો નિયો અવેલેબલ હતી. કંપની આ કારને ટોટલ 7 વેરિયન્ટમાં રજૂ કરી શકે છે. જેમાં એમ્બ્યુલેંસ વર્ઝન પણ સામેલ છે. બોલેરો કંપની તરફથી વેચાતી બેસ્ટ સેલિંગ બ્રાન્ડ કાર છે. દર મહિને આ કારના 7-8 હજાર યૂનિટ્સ વેચાઇ છે.
નવી Bolero Neo Plusમાં કંપની 2.2 લીટરની ક્ષમતાનું ડીઝલ એન્જિન વાપરશે. આ એન્જિન સ્કોર્પિયો-એન માં પણ મળે છે. પણ આનું પાવર આઉટપુટ જરા ઓછું રહેશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એન્જિન 120hpનો પાવર જનરેટ કરશે. આ જ એન્જિન સ્કોર્પિયો-એનમાં 130hPનો પાવર જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી જોડી શકાય છે. આમાં ફોરવ્હીલ ડ્રાઈવનો વિકલ્પ મળશે નહીં.
Bolero Neo Plusમાં કંપની ઘણાં નવા ફેરફારો કરશે. જેમાં આધુનિક ફીચર્સને સ્થાન આપવામાં આવી શકે છે. નવા અપડેટ પછી આની કિંમતમાં વધારો થઇ શકે છે. હાલમાં બોલેરો નિયોની કિંમત 9.63 લાખ રૂપિયાથી લઇ 12.14 લાખ રૂપિયા એક્સશોરૂમની વચ્ચે છે. જોકે, Bolero Neo Plusની કિંમત વિશે હાલમાં કશું કહેવું ઉતાવળ રહેશે. પણ Bolero Neo Plus હાલમાં મોજૂદ મોડલથી જરા ઉપરનું હોઇ શકે છે. સંભવ છે કે Bolero Neo Plusને 10 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં રજૂ કરવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp