મહિન્દ્રાએ લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક SUV,જબરદસ્ત રેન્જ સાથે Nexon EVને આપશે ટક્કર

PC: businesstoday.in

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્થાનિક બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400ને સત્તાવાર રીતે વેચાણ માટે લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટરથી લૈસ આ SUVની શરૂઆતી કિંમત 15.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક SUVને કુલ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે, તેના ટોપ વેરિઅન્ટની કિંમત 18.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. બજારમાં આ SUV મુખ્યત્વે Tata Nexon EV સાથે સ્પર્ધા કરશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ આ SUVને શરૂઆતી કિંમત સાથે રજૂ કરી છે, જે ફક્ત શરૂઆતના 5,000 યુનિટ્સ માટે જ લાગુ થશે. તે પરથી સ્પષ્ટ છે કે કંપની નજીકના ભવિષ્યમાં તેની કિંમતમાં વધારો કરશે. કંપનીનું લક્ષ્ય છે કે આ વર્ષે આ ઈલેક્ટ્રિક SUVના 20,000 યુનિટ વેચાણ કરશે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી આ પહેલું ઇલેક્ટ્રિક વાહન છે જેમાં મહિન્દ્રાનો કોપર ટ્વીન પીક લોગો જોવા મળશે.

સાઈઝની વાત કરીએ તો આ SUVની લંબાઈ 4,200 mm , પહોળાઈ 1,821 mm અને 2,600 mm વ્હીલબેઝ આપવામાં આવ્યા છે. આ SUVની બોડી સ્ટાઇલ ઘણી હદ સુધી XUV300 જેવી જ છે અને તેમાં LED હેડલેમ્પ્સ, ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ તેમજ કોપર એક્સેંટ છે. તેના એક્સટીરિયરને શાર્પ લાઈનથી શણગારવામાં આવ્યો છે

XUV400 ની કેબિનમાં 7.0-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 60 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ, Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી, ઓટોમેટિક હેડલેમ્પ્સ અને વાઇપર્સ, ઇલેક્ટ્રિક આઉટ રિયર વ્યૂ મિરર્સ (ORVMs) અને ઇલેક્ટ્રિક સનરૂફ પણ આપવામાં આવ્યું છે. આ કાર સ્માર્ટ વોચ કનેક્ટિવિટી પણ આપે છે અને સાથે જ OTA અપડેટ્સને પણ સપોર્ટ કરે છે.

Mahindra XUV400 માં કંપનીએ બે અલગ-અલગ વેરિઅન્ટ અને બેટરી પેક સાથે રજૂ કર્યા છે. તેના XUV400 EL વેરિઅન્ટમાં, કંપનીએ 39.4 kWhની ક્ષમતા સાથે બેટરી પેકનો ઉપયોગ કર્યો છે, જ્યારે XUV400 EC વેરિઅન્ટમાં કંપનીએ 34.5 kWhની ક્ષમતા ધરાવતો બેટરી પેક આપ્યો છે. આ બેટરી પેક અનુક્રમે 456 kms અને 375 kms સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ SUVને કુલ પાંચ રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં આર્કટિક બ્લુ, એવરેસ્ટ વ્હાઇટ, ગેલેક્સી ગ્રે, નેપોલી બ્લેક અને ઈન્ફિનિટી બ્લુનો સમાવેશ થાય છે.

તેની ઇલેક્ટ્રિક મોટર 110kW (150PS)નો પાવર અને 310 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ SUV માત્ર 8.3 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સિવાય SUVની બેટરી DC ફાસ્ટ ચાર્જરની મદદથી આ માત્ર 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

મહિન્દ્રા XUV400 વેરિઅન્ટ્સ અને કિંમતો:

વેરિઅન્ટ ચાર્જર વિકલ્પ કિંમત (એક્સ-શોરૂમ)
XUV400 EC 3.3 kW રૂ 15.99 લાખ
XUV400 EC 7.2 kW રૂ 16.49 લાખ
XUV400 EL 7.2 kW રૂ 18.99 લાખ

તમને જણાવી દઈએ કે કંપનીએ આ SUVની કિંમતો જાહેર કરી દીધી છે અને તેનું બુકિંગ 26 જાન્યુઆરીથી શરૂ થશે. આ સિવાય કંપની માર્ચ મહિનાથી તેની ડિલિવરી શરૂ કરશે. બજારમાં આ ઈલેક્ટ્રિક એસયુવી મુખ્યત્વે ટાટા નેક્સોન ઈવીને ટક્કર આપશે, જેની કિંમત રૂ. 14.99 લાખથી શરૂ થશે. નેક્સોન ઈવીનું બેઝ મોડલ 30.2KWH ની ક્ષમતાવાળા બેટરી પેક સાથે આવે છે અને તે 312 kms સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp