મહિન્દ્રાની આ બે SUV આવી રહી છે ઈલેક્ટ્રિક અવતારમાં, જાણો શું છે ખાસ

PC: htauto.com

15 ઓગસ્ટના રોજ સાઉથ આફ્રિકામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેપટાઉનમાં પોતાના એન્યુઅલ ઇવેન્ટમાં કંપનીના ઈલેક્ટ્રિફાઇડ ભવિષ્યને દુનિયા સામે રજૂ કર્યું. આ દરમિયાન કંપનીએ થારથી લઇ સ્કોર્પિયો બેસ્ઝ ગ્લોબલ પિકઅપથી પરદો ઉઠાવ્યો. કંપનીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં બોલેરો અને સ્કોર્પિયોના નવા ઈલેક્ટ્રિક વર્ઝનને પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની બોલેરો ઘરેલૂ બજારમાં સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કંપનીની આ SUVની ભારે ડિમાન્ડ છે.

દર મહિને કંપની આ કારના સરેરાશ 8-9 હજાર યૂનિટ્સનું વેચાણ કરે છે. જોકે હજુ કંપનીએ બોલેરોના ઈલેક્ટ્રિક વર્ઝનના લોન્ચને લઇ કોઇ જાણકારી આપી નથી. મહિન્દ્રાના ઓટો અને ફાર્મ સેક્ટરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજેશ જેજુરિકરે કહ્યું કે, કંપની દેશમાં બે લોકપ્રિય સ્પોર્ટ યૂટિલિટી વાહનોના ઈલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે.

કેવી રહેશે આ SUV

સ્કોર્પિયો અને બોલેરો ઈલેક્ટ્રિક બંને SUV કંપનીના INGLO પ્લેટફોર્મ પર આધારિત રહેશે. જે વોક્સવેગન ગ્રુપના મોડ્યૂલર ઈલેક્ટ્રિક ડ્રાઈવ મેટ્રિક્સ પ્લેટફોર્મના કંપોનેંટ્સનો ઉપયોગ કરશે. આ બંને કારો ઉપરાંત કંપની પોતાની આવનારી અમુક કારોને પણ આ પ્લેટફોર્મ પર તૈયાર કરશે. જેમાં થાર ઈલેક્ટ્રિક પણ સામેલ છે.

કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાના પાંચ ઈલેક્ટ્રિક વાહનોના કન્સેપ્ટ મોડલ રજૂ કર્યા હતા. જેને ડિસેમ્બર 2024થી લઇ ઓક્ટોબર 2026ની વચ્ચે લોન્ચ કરવાની યોજના છે. કંપની પહેલાથી જ કહી ચૂકી છે કે તે 2027 સુધી પોતાની SUVને વોલ્યૂમના 20 થી 30 ટકા ઈલેક્ટ્રિક વાહનોથી લાવવાનો ટાર્ગેટ બનાવી રહી છે. મહિન્દ્રાએ હાલમાં જ ટેમાસેકની સાથે એક કરાર કર્યો છે. જેના હેઠળ સિંગાપુર સ્થિત વૈશ્વિક રોકાણ ફર્મ રૂપિયાનું રોકાણ કરશે. ટેમાસેક, સિંગાપુર સરકારના સ્વામિત્વવાળી એક ગ્લોબલ ઈન્વેસ્ટમેંટ કંપની છે. જેણે મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલ લિમિટેડમાં 1200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિકના લોન્ચ વિશે કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી શેર કરી નથી. પણ કંપનીનો આવનારો ઈલેક્ટ્રિક વ્હિકલ પ્લાન્ટ માર્ચ 2024માં શરૂ થવાની સંભાવના છે. આવતા વર્ષની શરૂઆતમાં કંપની Thar 5 Doorને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp