લોન્ચ પહેલા 5-ડોરવાળી Mahindra Thar સામે આવી, જાણો તેના ફીચર્સ વિશે

Mahindra & Mahindra ઘરેલૂં બજારમાં હાલમાં Mahindra Tharના ટૂ-વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટને માત્ર 9.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં રજૂ કરી હતી. હવે કંપની પોતાની આ પ્રખ્યાત ઓફરોડિંગ SUVના નવા 5-ડોર વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ પહેલા આ SUVને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે, જોકે આ SUV કેમોફ્લેજ કવર હતી છતા આ ગાડીના એક્સટીરિયર અને ઈન્ટીરિયર સાથે સંકળાયેલી જાણકારી સામે આવી છે.

નવી Mahindra Tharના ફાઈવ ડોર વેરિયન્ટનો વીડિયો યુટ્યૂબ ચેનલ ધ કાર શો દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  Mahindra Tharના થ્રી-ડોર મોડલની જેમજ તેના 5-ડોર મોડલમાં પણ કંપની ટૂ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ SUVને 2.2 લીટર ડીઝલ અને 2.0 લીટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારવામાં આવશે. આ બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. મલ્ટીપલ પાવરટ્રેન કોન્ફિગરેશન આ ઓફ રોડિંગ SUVના ગ્રાહકોની સામે ઘણા વિકલ્પ રજૂ કરશે.

ટેસ્ટિંગ દરમિયાન જે વાહન સ્પોટ કરવામાં આવ્યું છે, તેના ઈન્ટીરિયરમાં જોઈ શકાય છે કે, તેમા (4*4) લીવર નથી, તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, 5-ડોર વર્ઝન ટૂ-વ્હીલ/ રિયલ વ્હીલ (4*2) ડ્રાઈવ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવશે. ફાઈવ ડોર વર્ઝનમાં રિયલ વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટને સામેલ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ વાહનની કિંમતને ઓછી રાખશે. જોકે, 5-ડોર વર્ઝન સબ-ફોર મીટર સેગમેન્ટમાં નહીં આવશે અને થ્રી-ડોર વેરિયન્ટમાં મળે છે તેવુ તેમા નાનું 1.5 લીટર ડીઝલ એન્જિન પણ આપવામાં નહીં આવશે.

જોકે, હાલ Thar 5-ડોરના એન્જિન અને પાવર આઉટપુટ વિશે કોઈ જાણકારી નથી મળી શકી. આ SUV Mahindra Scorpioના લેડર-ફ્રેમ ચેચિસથી સજ્જ હશે. આ SUVના એક્સટીરિયરમાં મોટો બદલાવ જોવા મળશે. તેમાં સંપૂર્ણરીતે નવી બોડી પેનલ મળવાની સંભાવના છે. પરંતુ, કંપની તેના સિગ્નેચર સ્ટાઈલિંગ ડિઝાઈનને પહેલા જેવી જ રાખશે. આ SUVના એક્સટીરિયરમાં મોટો બદલાવ જોવા મળશે. તેમા સંપૂર્ણરીતે નવી બોડી પેનલ મળવાની પણ સંભાવના છે. બે અન્ય દરવાજાને સામેલ કરાયા બાદ સંભવ છે કે તેના વ્હીલબેઝની લંબાઈ 300mm સુધી વધી જશે.

કંપની તેના ઈન્ટીરિયરને ઘણી હદ સુધી હાલના મોડલ જેવી જ રાખી શકે છે, જોકે કેટલાક નવા ફીચર્સ જરૂર જોડવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, તેમા નવી ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ફ્રન્ટ સેન્ટર આસિસ્ટ, સન ગ્લાસ હોલ્ડર વગેરે પણ આપવામાં આવે, જે હાલના થ્રી-ડોરમાં જોવા નથી મળતું. મોટા વ્હીલબેઝને પગલે તેની સેક્ન્ડ રોમાં તમને સારી સ્પેસ મળવાની આશા છે.

આ ઓફરોડિંગ SUVના લોન્ચ અંગે કોઈ આધિકારીક જાણકારી શેર કરવામાં નથી આવી પરંતુ, એવુ માનવામાં આવી રહ્યું છે કે કંપની તેને આ જ વર્ષે લોન્ચ કરશે. સામાન્યરીતે Mahindra મોટા અવસરો પર વાહનોને લોન્ચ કરે છે, જેમકે નેક્સ્ટ જનરેશન Tharને 2 ઓક્ટોબર, 2020ના રોજ લોન્ચ કરવામાં આવી હતી, આથી સંભવ છે કે તેના ફાઈવ ડોર વર્ઝન માટે પણ કોઈ આવી જ તારીખ પસંદ કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.