26th January selfie contest

આતુરતાનો આવ્યો અંત, લોન્ચ થઈ ગઈ સસ્તી Mahindra Thar RWD, જાણો કિંમત અને ફીચર્સ

PC: auto.mahindra.com

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Mahindra and Mahindraએ આખરે તમામ કયાસોને વિરામ આપતા પોતાની ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી Mahindra Tharનું ઘણું સસ્તું રિયર-વ્હીલ ડ્રાઈવ(RWD) વેરિયન્ટને લોન્ચ કરી દીધું છે. આકર્ષક લૂક અને દમદાર એન્જિન ક્ષમતા સાથે આ અફોર્ડિંગ SUVની શરૂઆતની કિંમત માત્ર 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ એઙ માત્ર હાર્ડ-ટોપ બોડીની સાથે જ ઉપલબ્ધ છે. જોકે કંપનીએ તેને બે આકર્ષક રંગની સાથે માર્કેટમાં ઉતારી છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને ગ્રાહક કંપનીની વેબસાઈટ અને ઓફિશિયલ ડીલરશીપના માધ્યમથી બૂક કરાવી શકાય છે.

નવી Mahindra Thar RWDને બે કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઈટ સામેલ છે. ત્રણ દરવાજા અને ચાર સીટ્સની સાથે આવનારી બંને Mahindra Thar RWDની કિંમતને ઓછી રાખવાની કોશિશ કરવામાં આવી છે. જોકે લોન્ચ પહેલા તેની કિંમતને લઈને ઘણા ઉહાપોહની સ્થિતિ હતી. તેના ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ અને નવા વેરિયન્ટની કિંમત વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું છે.

કંપનીએ નવી એન્ટ્રી લેવલ Mahindra Tharને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પ સાથે લોન્ચ કરી છે. તેનું રિયર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટના ડીઝલ વર્ઝનમાં કંપનીએ 1.5 લિટરની ક્ષમતાનું ડિઝલ એન્જિન આપ્યું છે, જે Tharને પહેલી વખત માર્કેટમાં ઉતારવામાં આવી તે સમયે આપવામાં આવ્યું હતું. આ એન્જિન 117 bhpનો પાવર અને 300 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે પેટ્રોલ વર્ઝનમાં 20 લિટરની ક્ષમતાનું ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 150 bhpનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ વિકલ્પ મળે છે.

કંપનીએ છેલ્લા થાર 4WD વેરિયન્ટમાં પણ કેટલાંક બદલાવ કર્યા છે. હવે તે એક ઈલેક્ટ્રીક બ્રેકની સાથે લોકિંગ ડિફરેન્શિયલ સાથે આવે છે, જેનાથી તેનું પરફોર્મન્સ વધારે સારું થવાની આશા છે. મહિન્દ્રાએ હવે Tharના ફોર-વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટના એક્સટીરિયરમાં મોટો બદલાવ કરતા તેની પાછળના ભાગમાં આપવામાં આવનારા બેજિંગને હટાવી દીધા છે. રસપ્રદ વાત એ છે કે, Thar 2WDના કેબિનમાં ઓટો સ્ટાર્ટ-સ્ટોપ ફીચર મળે છે અને તેને સ્ટીયરીંગ વ્હીલ અને ડ્રાઈવરના દરવાજા વચ્ચે કંટ્રોલ પેનલના માધ્યમથી એક્સેસ કરવામાં આવી શકે છે. બટનની વાત કરીએ તો આ ટ્રેક્શન કંટ્રોલ સાથે આવે છે. હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ડોર અનલોક-લોક જે કંટ્રોલ પેનલથી સેન્ટર કન્સોલ પર રિપોઝીશન કરવામાં આવ્યું છે. આ સિવાય Tharને એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી સાથે 7.0 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ મિરર અને એલઈડી ડે-ટાઈમ રનિંગ લેમ્પ પણ મળે છે.

નવી Mahindra Thar RWD નવી એક્સેસરીઝ પેક સાથે આવે છે. જેમાં બિલ્ટ ઈન સ્ટોરેજ સાથે આર્મરેસ્ટ, કપ હોલ્ડર્સની સાથે રિયર આર્મરેસ્ટ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ સામેલ છે. થારનું આ સસ્તું વેરિયન્ટ માત્ર હાર્ડ ટોપ બોડી સાથે ઉપલબ્ધ છે અને આ સસ્તા મોડલમાં ફોલ્ડિંગ સોફ્ટ-ટોપનો કઈ ઓપ્શન આપવામાં આવ્યો નથી. કેબિનની વાત કરીએ તો કંપનીએ તેના ડેશબોર્ડ પર સ્વિચગિયર પણ બદલી નાંખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp