મેન્યુઅલ કે ઓટોમેટિક? જાણો બંનેમાંથી કઈ કાર વધારે માઇલેજ આપે છે

PC: reliable-auto.com

આજકાલ જ્યારે લોકો કાર ખરીદવા જાય છે તો તેઓ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર પર વધારે ભાર આપે છે. કારણ કે આ કારોને સ્ટેટસ સિમ્બલના રૂપમાં જોવામાં આવે છે. જેને ભારતમાં આજે પણ એક પ્રીમિયમ કાર ફીચર માનવામાં આવે છે. જો તમે નવી ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે તમારે ઓટોમેટિક કાર ખરીદવી જોઇએ કે પછી મેન્યુઅલ તો આ લેખ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ઓટોમેટિક ગિયરબોક્સ વાળી કાર

મોટાભાગના મામલાઓમાં ઓટોમેટિક કાર મેન્યુઅલની તુલનામાં ઓછું ફ્યૂલ વાપરે છે. લાંબા સમયમાં મેન્યુઅલની તુલનામાં ઓટોમેટિક કાર ચલાવવી સસ્તી પડી શકે છે. ઓટોમેટિક કારોને સામાન્ય રીતે બજેટ ફ્રેન્ડલી ગાડીના રૂપમાં જોવામાં આવે છે. જોકે, મેન્યુઅલની સરખામણીમાં આ કારોની કિંમત વધારે હોય છે. આ કારોમાં ગિયર રેશિયો વધારે સારો હોય છે જો તમે ધીમી ગતિએ કાર ચલાવતા હોય તો. અમુક આધુનિક ઓટોમેટિક કારો વધારે સક્ષમ એન્જિન અને ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન સિસ્ટમ જેવી સુવિધાઓનો પણ દાવો કરે છે. આ બંને ફ્યૂલના વપરાશને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

મેન્યુઅલ કાર ખરીદવી ફાયદાકારક કે નહીં

સારું માઇલેજ મેળવવા માટે મેન્યુઅલ કારોનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ગિયર રેશિયો સેટ કરવા માટે તમારે મેન્યુઅલી પોતાનો સહારો લેવો પડે છે, જે તમને રસ્તાની પરિસ્થિતિઓ અનુસાર ગિયર ચેન્જ કરવાની પરવાનગી આપે છે. મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારોમાં તમે ગાડીને ગિયરમાં નાખો છો, પગને ક્સચ પરથી હટાવો છો અને જ્યાં સુધી તમે તેને હટાવતા નથી કાર તે ગિયરમાં લોક રહે છે. પણ ઓટોમેટિક કારોમાં આવું હોતું નથી. મેન્યુઅલ કારોની કિંમત ઓટોમેટિક કારો કરતા ઓછી હોય છે. જે આ કારોને બજેટ ફ્રેન્ડલી અને વધારે માઇલેજવાળી બનાવે છે.

બંનેમાં બેસ્ટ કઈ?

જો તમારું ધ્યાન માત્ર અને માત્ર માઇલેજ પર છે તો તમે મેન્યુઅલ કાર ખરીદી શકો છો. તો બીજી બાજુ તમે ઓછો થાક અને સારો ડ્રાઈવિંગ અનુભવ લેવા માગો છો, તો તમારા માટે ઓટોમેટિક કાર બેસ્ટ વિકલ્પ સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp