મારૂતી અર્ટિગા પર બેઝ્ડ 7 સીટર કાર ટોયોટા રૂમિયન લોન્ચ થવા માટે તૈયાર

PC: cnbctv18.com

સુઝુકી અને ટોયોટા એક એગ્રીમેન્ટ હેઠળ સતત પોતાના વ્હીકલ પ્લેટફોર્મને એક બીજા સાથે શેર કરી રહી છે. હાલમાં જ મારૂતી સુઝુકીએ પોતાની સૌથી મોંઘી કાર મારુતી ઇનવિક્ટોને લોન્ચ કરી હતી, જે ટોયોટાની ઇનોવા હાઇક્રોસ પર બેઝ્ડ છે. હવે ટોયોટા પણ સસ્તી 7 સીટર કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે મારુતીની લોકપ્રિય કાર અર્ટિગા પર બેઝ્ડ છે. કહેવાઇ રહ્યું છે કે, કંપનીએ પોતાની આવનારી 7 સીટર કારને ટોયોટા રૂમિયન નામ આપ્યું છે અને તેને સપ્ટેમ્બર મહિનામાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે.

ઓટોકારના રિપોર્ટ અનુસાર, ટોયોટા બજારમાં પોતાનું મલ્ટીપર્પઝ વ્હીકલ રૂમિયનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટોયોટા પહેલેથી જ રૂમિયનનું વેચાણ સાઉથ આફ્રિકા જેવા ગ્લોબલ માર્કેટમાં કરે છે. જેનું સપ્લાઇ મારૂતી સુઝુકી કરે છે અને તેને ભારતીય બજારમાં પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ગ્લોબલ માર્કેટમાં તેને એક સારી ફેમેલી કાર તરીકે માનવામાં આવે છે.

ટોયોટા રૂમિયનને લોન્ચ કર્યા બાદ ટોયોટા તરફથી ભારતીય બજારમાં કંપનીની આ ચોથી કાર હશે. અત્યાર સુધી કંપની ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ અને વેલ્ફાયર જેવા મોડલનું વેચાણ કરી રહી છે. કંપનીએ ઓક્ટોબર 2021માં આ કારને સાઉથ આફ્રિકાના બજારમાં રજૂ કરી હતી અને એ વખતે આ નેમપ્લેટને ઇન્ડિયામાં પણ ટ્રેડમાર્ક કરાવ્યું હતું. આ ટોયોટાની સૌથી સસ્તી MPV હશે.

મારૂતી સુઝુકી અર્ટિગા પર બેઝ્ડ આ MPVમાં કંપની સામાન્ય પરિવર્તન કરીને તેના લૂક અને ડિઝાઇનને અલગ કરી શકે છે. જોકે, ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ મોડલ એકદમ અર્ટિગા જેવું જ છે, પણ ભારતીય બજારમાં તેને નવા લુક સાથે રજૂ કરવામાં આવશે. ગ્લોબલ માર્કેટમાં જે મોડલ વેચવામાં આવી રહ્યું છે તેમાં ઓલ બ્લેક ઇન્ટીરિયર આપવામાં આવ્યું છે. જ્યારે અર્ટિગામાં બેજ કલરનું ઇન્ટીરિયર મળે છે. સંભવ છે કે, રૂમિયનમાં પણ એવું જ કેબિન જોવા મળે.

આ કારમાં 1.5 લીટરની ક્ષમતા વાળું પેટ્રોલ એન્જિન આવશે, જે 103 હોર્સપાવરનો પાવર અને 137 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ સ્પીડ ટોર્ક કનવર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. સંભવ છે કે, બાદમાં ટોયોટા આ કારને CNGમાં પણ લોન્ચ કરશે, હાલ તેને ફક્ત પેટ્રોલ એન્જિન સાથે જ બજારમાં ઉતારવામાં આવશે. હવે એ જોવું રસપ્રદ હશે કે, ટોયોટા આ કારની શું કિંમત નક્કી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp