સસ્તી કારઃ મારુતીની ફ્લેક્સ ફ્યુલવાળી કાર તો ટાટાની 2 સિલિન્ડર વાળી CNG કાર

એક દાયકા પહેલા એફોર્ડેબલ કાર માટે લોકોનું એવરેજ બજેટ 3.5થી 4 લાખ રૂપિયા હતું. આગામી 5 વર્ષોમાં તે વધીને 6થી 6.5 લાખ રૂપિયા થઇ ગયું છે અને આજે તે 9થી 9.5 લાખ રૂપિયા છે. કિંમતમાં આવેલા શિફ્ટનું મોટું કારણ લોકોની પસંદમાં આવેલો ફેરફાર છે. ઓટો એક્સપો 2023માં પણ આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

મારૂતી, ટાટા અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ કે, જે એફોર્ડેબલ કાર્સ માટે જાણીતી છે. આ કંપનીઓએ પણ ઇવેન્ટમાં વધારે પડતી કારો 10 લાખની ઉપરની કિંમતમાં જ રજૂ કરી છે. કંપનીઓનું હવે વધારે ફોકસ ઇલેક્ટ્રિક વ્હીકલ અને CNG કાર પર છે. ટાટાએ પહેલી વખત ડ્યુઅલ સીલિન્ડર CNG કાર રજૂ કરી છે. એવામાં તમને ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવેલા મોટા કાર મેકર્સની સૌથી સસ્તી કારો વિશે જાણકારી મળશે. આ કારોમાં લોન્ચ, ફેસલિફ્ટ અને કોન્સેપ્ટ ત્રણે શામેલ છે.

ટાટા મોટર્સે નાની કારોમાં CNG વર્ઝન પર ફોકસ કર્યો છે. ટાટાએ મીનિ SUV પંચ અને હેચબેક એલ્ટ્રોઝનું CNG વર્ઝન રજૂ કર્યું છે. ખાસ વાત એ છે કે, તેમાં ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેનાથી કારનો બૂટ સ્પેસ વધી જશે. પહેલી વખત દેશમાં ડ્યુઅલ સિલિન્ડરમાં કોઇ CNG કાર આવશે.

જોકે, હજુ તેની કિંમતનો ખુલાસો નથી કરવામાં આવ્યો. માનવામાં આવી રહ્યું છે કે, બન્ને કારોની શરૂઆતી કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ રહી શકે છે. ટાટા એલ્ટ્રોઝ રેસર એડિશનને પણ ઇવેન્ટમાં શોકેસ કરવામાં આવી છે. વ્હીકલમાં બ્લેક એલોય વ્હીલ્સની સાથે ઓલ બ્લેક રૂફ પણ છે.

ઓટો એક્સ્પોમાં બલેનોનું સ્પેશિયલ એડિશન મોડલ પણ રજૂ કરવામાં આવ્યું છે. આ એડિશનમાં કારને રિફ્રેશિંગ લુક આપવા માટે ફ્રંટમાં બ્લેક આઉટ ગ્રિલની ટોપ પર હુડમાં ગોલ્ડ પેન્ડન્ટ સ્ટ્રિપ આપવામાં આવી છે. નીચે નંબર પર પણ ગોલ્ડ કલર છે. સાઇડ એલોયમાં બ્લેક અને ગોલ્ડ કલર આપ્યો છે. તે સિવાય બેક સાઇડમાં પણ ગોલ્ડન કલરને એડ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની કિંમત રીવિલ નથી કરી, પણ તેની કિંમત 10 લાખથી ઓછી હોવાનું અનુમાન છે.

મારુતીએ વેગનઆરનું ફ્લેક્સ ફ્યુલ પ્રોટોટાઇપ રજુ કર્યું છે. આ કાર E85 ફ્યુલ પર ચાલી શકે છે. એ રીતની ગાડીઓ 20 ટકાથી 85 ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ પર ચાલવા માટે ડેવલપ કરવામાં આવી છે. વેગનઆર ફ્યુલને સુઝુકી કોર્પોરેશન જાપાનની મદદથી ભારતમાં ડેવલપ કરવામાં આવશે. હાલ આ પ્રોટોટાઇપ છે, તેથી પ્રાઇસ સામે નથી આવી. જોકે, તે 10 લાખથી ઓછી રહી શકે છે.

મારૂતી સુઝુકીએ પોતાની ઓફ રોડર કાર જિમ્નીને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી છે. 11000 રૂપિયાથી આ કારનું બુકિંગ કરાવી શકાય છે. કંપનીએ આ કારની પ્રાઇસ જાહેર નથી કરી, પણ માનવામાં આવી રહ્યું છે કે, તેની એક્સ શોરૂમ કિંમત 12 લાખ રૂપિયા હોઇ શકે છે. જિમ્નીને કંપનીએ 7 કલર્સ અને આલ્ફા ઝીટા 2 વેરિએન્ટ્સમાં લોન્ચ કરી છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિકનું ઓપ્શન મળશે.

MG મોટર ઇન્ડિયાએ ઓટો એક્સ્પોમાં નવી હેક્ટર અને હેક્ટર પ્લસ લોન્ચ કરી છે. નવી હેક્ટરની કિંમત 14.73 લાખ જ્યારે, 7 સીટર હેક્ટર પ્લસની કિંમત 17.50 લાખ અને 6 સીટરની કિંમત 20.15 લાખથી શરૂ થઇ છે. એક્સ્પોમાં રજૂ કરવામાં આવેલી MGની આ સૌથી સસ્તી કાર છે. તે સિવાય કંપનીએ MG 4 અને MG5 જેવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. આવનારા દિવસોમાં કંપની 15 લાખ રૂપિયાતી ઓછી કિંમતનું ઇલેક્ટ્રિક વ્હીકલ પણ લાવશે.

સાઉથ કોરિયન કાર મેકરે એક્સ્પોમાં ફક્ત ઇલેક્ટ્રિક કાર આયોનિક 5 લોન્ચ કરી છે. જાકે, આ પ્રીમિયમ સેગમેન્ટની કાર છે. ભારતની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સની આ પ્રીમિયમ કારમાં 72.6 કિલોવોટ અવરનું બેટરી પેક આપવામાં આવ્યું છે. ફુલ ચાર્જ થવા પર આ કારમાં 631 કિલોમીટરની રેન્જ મળશે. તેની ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ 44.95 લાખ રૂપિયા છે. જોકે, તે ફક્ત પહેલા 5000 કસ્ટમર્સ માટે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.