મારુતી જીમ્ની 5 ડોરે કર્યું ગ્લોબલ ડેબ્યુ, 11000 રૂપિયામાં બુક કરી શકશો
ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરર કંપની મારૂતી સુઝુકીએ દેશમાં પોતાની SUV લાઇનઅપને મજબૂત કરવા માટે બે નવી SUV લોન્ચ કરી દીધી છે. ઓટો એક્સપો 2023માં કંપનીએ પોતાની નવી SUV Fronx અને જીમ્ની 5 ડોરને અનવીલ કરી છે. નવી મારૂતી જીમ્ની 5 ડોર માટે બુકિંગ શરૂ થઇ ગયા છે. તેનું ઓફિશિયલ લોન્ચ આ વર્ષે મે મહિનામાં થવાની સંભાવના છે. નવી જીમ્ની 5 ડોરને બે વેરિયેન્ટ અને સાત કલર ઓપ્શન્સમાં લોન્ચ કરવામાં આવશે. નીચે આ SUV સંબધિત તમામ જાણકારી આપવામાં આવી છે.
જીમ્ની 5 ડોરમાં 1.5 લીટરનું K સીરીઝનું નેચરલી એસ્પીરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 103 બ્રેક હોર્સ પાવર અને 134 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. જીમ્નીમાં જૂની K15B મોટર મળે છે અને હાલની નવી મારુતીની કારોમાં K15C મળે છે. સારી ઓફરોડ ક્ષમતા માટે ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઓલગ્રિપ પ્રો 4 બાય 4 સિસ્ટમ સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે.
ફીચર્સની વાત કરીએ તો મારુતી સુઝુકી જીમ્ની 5 ડોર SUVમાં એન્ટ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, આર્કીમીઝના સ્પીકર સાથે 9.0 ઇંચ સ્માર્ટ પ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તે સિવાય સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં 6 એરબેગ, EBDની સાથે ABS, ESP, હિલ હોલ્ડ કંટ્રોલ, હિસ ડિસેન્ટ કંટ્રોલ, કેમેરાની સાથે રિવર્સ પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવ્યા છે.
મારુતી સુઝુકીએ પોતાની નવી SUV જીમ્ની 5 ડોરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે આ નવી SUVને ખરીદવા માગો છો તો ફક્ત 11000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને તેને બુક કરાવી શકો છો. આ SUVની લંબાઇ ચાર મીટરથી ઓછી છે અને તે સાત કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લૂશ બ્લેક રૂફની સાથે સિઝલિંગ રેડ, ગ્રેનાઇટ ગ્રે, નેક્ઝા બ્લુ, બ્લૂશ બ્લેક, પર્લ આર્કટિક વ્હાઇટ અને ફ્લેગશિપ કલર કાઇનેટિક યેલો તથા બ્લેક રૂફ શામેલ છે. આ કારને ભારતના રસ્તાઓ પર ટેસ્ટિંગ કરતી પણ જોવા મળી છે. ટેસ્ટિંગ સમયે આ કાર કેમોફ્લાજ સ્કિન સાથે જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp