Maruti એ લોન્ચ કરી પોતાની સૌથી મોંઘી 8-સીટર કાર, જાણો તેની કિંમત

PC: zigwheels.com

Maruti Suzukiએ આજે ઘરેલૂં બજારમાં પોતાની નવી 7 સીટર કાર Maruti Invictoને આધિકારીકરીતે લોન્ચ કરી દીધી છે. સુઝુકી અને ટોયોટાના એગ્રીમેન્ટ તરીકે તૈયાર આ કાર હાલ Toyota Innova હાઇક્રોસ પર આધારિત છે. જોકે, કંપનીએ આ કારના લુક અને દમદાર એન્જિનથી લેસ આ MPVની શરૂઆતી કિંમત 24.79 લાખ રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે જે ટોપ મોડલ માટે 28.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. Maruti Suzukiએ હાલમાં Invictoનું ઓફિશિયલ બુકિંગ શરૂ કર્યું હતું, જેને કંપનીના પ્રીમિયમ NEXA ડીલરશિપ ઉપરાંત આધિકારીક વેબસાઇટના માધ્યમથી બુક કરી શકાય છે. કારના બુકિંગ માટે તમારે 25000 રૂપિયાની ટોકન અમાઉન્ટ જમા કરાવવી પડશે. આ કારને કંપનીએ કુલ ત્રણ વેરિયન્ટ્સમાં રજૂ કરી છે, જે સિંગલ એન્જિન ઓપ્શનની સાથે આવે છે. Maruti Suzukiએ તેને 8 સીટર અને 7 સીટર બંને લેઆઉટની સાથે બજારમાં ઉતારી છે.

દેખાવમાં આ કાર ઘણી હદ સુધી Innova Hycross જેવી જ છે પરંતુ, તેના એક્સટીરિયરમાં કેટલાક બદલાવ જોવા મળે છે. ફ્રન્ટમાં તેના સ્પિલિટ ક્રોમ ગ્રિલ અને સ્લિક LED હેડલેમ્પની સાથે ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. તેમા ફોક્સ સ્કિડ પ્લેટને પણ ફ્રન્ટ બમ્પરમાં સામેલ કરવામાં આવી છે. તેની સાઇડ પ્રોફાઇલ Innova જેવો જ છે પરંતુ, તેમા ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કારના પાછળના હિસ્સામાં નવી ડિઝાઇનના થ્રી-બ્લોક ટેલલેમ્પ જોવા મળશે જે પાતળી ક્રોમ સ્ટ્રિપથી કનેક્ટેડ છે.

તેની કેબિન ઘણી હદ સુધી Innova જેવી જ છે. Maruti Invictoમાં નવા 10.1 ઇંચના ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જે વાયરલેસ એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ચોરસ એર કંડિશનર વેન્ટ્સ આપવામાં આવ્યા છે. આ કારને 360 ડિગ્રી કેમેરા, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેડલ શિફ્ટર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, પાવર ફ્રન્ટ સીટ્સ, એમ્બીએન્ટ લાઇટિંગ, પાવર્ડ ટેલગેટ, પેનોરમિક સનરૂફ, લેધર સીટ્સ જેવા ફીચર્સ પણ મળે છે.

Maruti Invictoને કંપનીએ માત્ર એક એન્જિન વિકલ્પની સાથે રજૂ કરી છે, તેમા 2.0 લીટરની ક્ષમતાનું હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 172 Bhpનો પાવર અને 188 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એક હાઇબ્રિડ કાર છે તો તેમા એક ઇલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી છે જે કારને વધારાનો પાવર આઉટપુટ પ્રદાન કરે છે. આ એન્જિનને e-CVT ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે, તેમા મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ નથી મળતો.

Maruti Invictoના વેરિયન્ટ્સ અને કિંમત

વેરિયન્ટ્સ

કિંમત (એક્સ શો-રૂમ)

Maruti Invicto Zeta Plus (7 Seater)

24.79 લાખ

Maruti Invicto Zeta Plus (8 Seater)

24.84 લાખ

Maruti Invicto Alpha Plus (7 Seater)

28.42 લાખ

 

Maruti Suzukiએ પોતાની આ કારને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમથી લેસ કરી છે. જેમા ઘણા અલગ-અલગ સેફ્ટી ફીચર્સ મળે છે. તેમા લેન કીપ આસિસ્ટ, બ્લાઇટડ સ્પોટ મોનિટર, એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ, પ્રી-કોલાઇજન સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત, 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ આ MPVને વધુ સારી બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp