મારુતિએ લોન્ચ કરી નવી સેડાન કાર, 32 કિ.મીની જબરદસ્ત માઇલેજ, આટલી કિંમત

PC: cartoq.com

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ સ્થાનિક ફ્લીટ માર્કેટમાં નવી Dzire Tour S કાર લોન્ચ કરી છે. આખર્ષક લૂક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજાવાયેલી આ કાર પેટ્રોલ એન્જિનની સાથે કંપની દ્રારા  ફિટ કરાયેલી CNG કિટ સાથે રજૂ કરવામાં આવી છે. આ નવી કારની સ્ટાર્ટીગ પ્રાઇસ 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિયન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા એક્સ શોરૂમ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.

 આ નવા મોડલે સેકન્ડ જનરેશન Tour Sનું સ્થાન લીધું છે. આની સાથે નવી મારૂતિ Dzire Tour Sએ કંપનીના એરિના અને કોમર્શિયલ ડીલરશીપ દ્રારા વેચાતી અર્ટિગા (Tour M) અને વેગન આર (Tour H3)ને જોઇન કરી લીધી છે.

નવી મારુતિ Tour S એ કંપનીના ડિઝાયર થર્ડ જનરેશન મોડલ પર બનાવવામાં આવી છે. આ સેડાન કારમાં કંપનીએ કેટલાંક ખાસ સેફ્ટી ફિચર્સને સ્થાન આપ્યું છે, જે કારને વધારે શ્રેષ્ઠ બનાવે છે. નવી Tour S ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આર્કટિક વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને સિલ્કી સિલ્વર. નવી કાર મોટાભાગે ડિઝાઈનની દ્રષ્ટિએ વર્તમાન ડિઝાયર સેડાન જેવી જ છે, જોકે તેમાં કેટલાક મુખ્ય તફાવતો છે, જેમ કે સ્ટીલના વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, મિરર કેપ્સ અને ટેઈલગેટ પર ' Tour S ' બેજિંગ વગેરે. આ સિવાય એક્સટીરિયરમાં બાકીનું બધું મારુતિ ડિઝાયર જેવું જ છે.

મારુતિ Tour Sમાં કંપનીએ LED ટેઇલ લાઇટ્સ આપી છે, ઉપરાંત મેન્યુઅલ એરકન્ડિશન, સ્પીડ સેંસિંગ સિંગ ડોર લોક વગેરે કારને સારી બનાવે છે. આ કારમાં સેફ્ટીનું પુરુ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં  ઇલેકટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, એંટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ડુઅલ એરબેગ, બાળકો માટે ISOFIX ચાઇલ્ડ સીટ એંકર્સ આપવામાં આવ્યા છે.

નવી Dzire Tour Sમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું K સીરિઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે પેટ્રોલ મોડલ મોડમાં 90hpનો પાવર અને 113Nmના ટોર્ક જનરેટ કરે છે. CNG મોડમાં આ એન્જિન 77hpનો પાવર અને 98.5 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ પર 23.15 પ્રતિ કિલોમીટર અને CNG પર 32.12 પ્રતિ કી.મીની માઇલેજ આપે છે.મારુતિ સુઝુકીનું કહેવું છ કે, નવી Tour S કાર અગાઉના મોડલની સરખામણીએ 21 ટકા વધારે એવરેજ આપે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp