મારુતિ સુઝુકીની આ કાર પર મળી રહ્યું છે 50 હજારનું ડિસ્કાઉન્ટ, આ છે છેલ્લી તારીખ

PC: imgd-ct.aeplcdn.com

ભારતીય ઓટોમોબાઈલના માર્કેટમાં અમુક કારો એવી પણ હોય છે, જે આજની તારીખ સુધીમાં કોઈપણ નવી કાર કશુ બગાડી શકી નથી. આવી જ એક કાર દેશની સૌથી વધારે વેચાતી ગાડીઓ વેચતી ઓટોમોબાઈલ કંપની મારુતુ સુઝુકીની છે. આ એ કાર છે જે ભારતીય બજારમાં 20 વર્ષથી સતત ટોપ સેલિંગ કારોમાં પોતાનું સ્થાન બનાવતી આવી છે. ફેમિલી કાર તરીકે ઓળખાતી મારુતિની આ કાર મિડલ ક્લાસ લોકો પહેલી પસંદગી હોય છે. આ કારની ખાસિયત તેની ઓછી કિંમત નહીં પણ તેનું માઈલેજ છે. સાથે જ આ કારમાં મળતી સ્પેસ પણ લોકોને પસંદ આવે છે.

અહીં વાત થઇ રહી છે મારુતિ સુઝુકીની વેગન આરની. આ કાર પર હાલમાં કંપની સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 5.55 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે શરૂ થનારી વેગન આરને કંપનીએ બે એન્જિન ઓપ્શન અને CNG વેરિયન્ટ સાથે ઉતારી છે. સીએનજી પર આ કારનું માઈલેજ 34 કિલોમીટર પ્રતિ કિલો છે. જે કંપનીનો દાવો છે.

ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકી જુલાઈ મહિના માટે વેગન આર પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કારના મેન્યુઅલ અને સીએનજી વેરિયન્ટ પર 25 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે. તો 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. 31 જુલાઈ સુધી કંપની આ કાર પર ડિલ્કાઉન્ટ આપી રહી છે.

તો કારના ઓટોમેટિક વેરિયન્ટ પર કંપની 15 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાની કોર્પોરેટ છૂટ આપી રહી છે. કારના 4 વેરિયન્ટ કંપની ઓફર કરી રહી છે. જેમાં LXi, VXi, ZXi અને ZXi+ પણ સામેલ છે. કંપની કારમાં 1.0 અને 1.2 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન ઓફર કરે છે.

કારનું CNG વેરિયન્ટ 1.2 લીટર એન્જિન મોડલના ઓપ્શન સાથે આવે છે. આ એન્જિન 89 bhpનો પાવર જનરેટ કરે છે. કારના આ બંને એન્જિનની સાથે તમને મેન્યુઅલ અને ઓટોમોટિક ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. આ કારની કિંમત 5.55 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp