Marutiની આ કારોને ન મળ્યા ખરીદદાર! વેચાણમાં ભારે ઘટાડો, જાણો શું છે કારણ

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગત ડિસેમ્બર મહિનામાં વાહન વેચાણનો રિપોર્ટ રજૂ કર્યો છે. કંપનીના ઘરેલુ વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની તુલનામાં ડિસેમ્બર 22ના વેચાણમાં 9.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હંમેશાંથી કંપનીના સેલ્સ ચાર્ટમાં ટોપ રહેનારી Alto અને S-Presso જેવી કારોને પણ આ વર્ષના અંતમાં ખરીદદાર ન મળ્યા. મિની કાર સેગમેન્ટમાં કુલ 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કંપની દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી મુજબ, મારુતિ સુઝુકીની મિની કાર સેગમેન્ટમાં કુલ 9,765 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું છે, જે  આગલા વર્ષના ડિસેમ્બર મહિનામાં કુલ 16,320 યુનિટ્સ હતા. આ સેગમેન્ટમાં મારુતિ Alto અને S-Presso જેવા મોડલ આવે છે. જો કે, યુટિલિટી વ્હીકલ સેગમેન્ટની આર્ટિગા, બ્રેઝા અને ગ્રાન્ડ વિટારા જેવી કારોએ કંપનીના વેચાણને ઘણી હદ સુધી સંભાળી જરૂર છે. મારુતિ સુઝુકીએ પોતાની પ્રેસ જાહેરાતમાં કહ્યું કે, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટના પુરવઠાની અછતના કારણે વાહનોનું પ્રોડક્શન પ્રભાવિત થયું છે અને તેની અસર વાહનોના વેચાણ પર પણ જોવા મળી છે.

પરંતુ તેનાથી અલગ અચાનક મિની સેગમેન્ટની કારોનું વેચાણ ઓછું થવાના કેટલાક અન્ય કારણ પણ માનવામાં આવી રહ્યા છે. હાલમાં જ મારુતિ સુઝુકીએ પોતાની Alto K10ને બજારમાં ઉતારી છે, જેની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયા છે. જાણકારોનું માનવું છે કે, કેટલાક સમયમાં SUV વાહનોની ડિમાન્ડ ઝડપથી વધી છે. કોમ્પેક્ટ અને માઇક્રો SUV સેગમેન્ટના વાહનોએ નાની અને સસ્તી કારોના વેચાણ પર પણ અસર નાખી છે. ગ્રાહક હવે એડવાન્સ ફીચર અને સારી સ્પેસવાળી કારોને મહત્ત્વ આપી રહ્યા છે.

બજારમાં અન્ય બ્રાન્ડ્સમાં ઘણા એવા મોડલ ઉપલબ્ધ છે, જેને ગ્રાહક વિકલ્પ તરીકે જોઇ રહ્યા છે. મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવે ઓક્ટોબર મહિનામાં આ વાતના સંકેત પણ આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, એન્ટ્રી લેવલ પેસેન્જરની કારોના વેચાણમાં ભારે ઘટાડો ચાલુ રહેશે કેમ કે આ કારોને ખરીદવાની ક્ષમતા સમાપ્ત થઇ ગઇ છે. શહેરી અને ગ્રામીણ દરેક વિસ્તારમાં હેચબેક કારોનું વેચાણ થાય છે, પરંતુ લોકોની ખરીદી કરવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને એટલે હેચબેકમાં વેચાણની વૃદ્ધિ થઇ રહી નથી. હેચબેક સેગમેન્ટ હવે વધવાનું નથી, પરંતુ ઘટશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.