મારુતિ સુઝુકીની આ કારને કંપનીએ પાછી બોલાવી, જાણો શું છે કારણ

PC: twitter.com

મારુતિ બલેનો RS મોડલના 7213 યુનિટને રિકોલ કર્યો છે. કંપનીએ જાણકારી આપી છે કે, 27 ઓક્ટોબર 2016 થી 1 નવેમ્બર 2019 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવેલા બલેનો RS મોડલને પાછા મંગાવવામાં આવી છે અને એમ વેક્યૂમ પંપમાં ડિફેક્ટના કારણે કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ‘એવી આશંકા છે કે વેક્યૂમ પંપમાં ખરાબી થઈ શકે છે, જે બ્રેક ફંક્શન્સને મદદ કરે છે. કેટલાક કેસમાં પ્રભાવિત થયેલા વાહન બ્રેક પેડલ ફંક્શનમાં વધારે મહેનતની જરૂરિયાત પડશે.’

 મારુતિ સુઝુકીએ જાણકારી આપી છે કે, પ્રભાવિત વાહનોને કંપનીના સત્તાવાર ડિલરશીપથી ખરાબ પાર્ટ્સને બદલવા માટે સંપર્ક કરવામાં આવશે. વાહનોમાં પાર્ટ્સમાં બદલવા માટે કંપની ગ્રાહકો પાસે કોઈ પણ પૈસા નહીં લે. મારુતિ સુઝુકીએ બલેનો RS મોડલને ભારતમાં વર્ષ 2020માં બંધ કરી દીધું હતું અને તેનું કારણ BS6 ઉત્સર્જન માનાંક અને ઓછું વેચાણ હતું. તેને સૌથી પહેલા વર્ષ 2017માં લાવવામાં આવી હતી જે રેગ્યુલર બલેનોનું સ્પોર્ટી RS મોડલ હતી.

મારુતિ બલેનો RSમાં  3 સિલિન્ડર, ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું હતું જે 102 hpનો પાવર અને 150 ન્યૂટન મીટર (Nm)નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 10 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી લેતી હતી. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ રૂપે આપવામાં આવ્યું હતું. ડિઝાઇનની વાત કરીએ તો તેમાં રેગ્યૂલર બલેનો જેવી રાખવામાં આવી હતી અને તેને માત્ર સિંગલ વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રી હતી જે બલેનોના ટોપ મોડલના ફીચર્સ સાથે આવતી હતી.

તેમાં ડબલ એરબેગ, આઇસોફિક્સ ચાઈલ્સ સીટ માઉન્ટ, રિયર પાર્કિંગ સેન્સર, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ઓટોમેટિક એર કન્ડિશનિંગ અને ઓટો LED પ્રોજેક્ટ હેડલાઇટ, DRL સાથે આપવામાં આવી છે. આ મહિને કંપનીએ પોતાની કારોની કિંમતમાં વૃદ્ધિ કરી છે. મારુતિ આર્ટિગાની કિંમતની વાત કરીએ તો તેની કિંમતમાં 15,000 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે. મારુતિ ઈગ્નિસની વાત કરીએ તો તેની કિંમતમાં 2,000 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp