મારુતિ લઈ આવી 'બ્લેક બ્યુટી', એક સાથે 5 નવી કાર લોન્ચ, કિંમત 5.35 લાખથી શરૂ

PC: dailynews360.patrika.com

મારુતિ તેની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આથી, કંપનીએ તેના પ્રીમિયમ રિટેલ નેટવર્ક નેક્સા દ્વારા વેચવામાં આવી રહેલી તમામ પાંચ કારના બ્લેક એડિશન લોન્ચ કર્યા છે. નેકશાની નવી બ્લેક એડિશન રેન્જમાં ઈગ્નિસ, બલેનો, સિયાઝ, XL6 અને ગ્રાન્ડ વિટારા છે. આ તમામ કાર હવે નવા પર્લ મિડનાઈટ બ્લેક શેડમાં ઉપલબ્ધ થશે. પ્રીમિયમ મેટેલિક બ્લેક કલર સ્કીમથી ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટાટા મોટર્સ પહેલાથી જ તેના ઘણા મોડલ્સનું ડાર્ક એડિશન વેચે છે, પરંતુ મારુતિ પાસે આવું સ્પેશિયલ ડાર્ક એડિશન નહીં હતું, જેને હવે કંપનીએ લોન્ચ કરી દીધું છે. આ સાથે જ, કંપનીએ લિમિટેડ એડિશન એસેસરીઝ પેકેજ પણ રજૂ કર્યા છે.

નેક્સા બ્લેક એડિશન અને લિમિટેડ એડિશન એસેસરીઝ પેકેજ રજૂ કરતા, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'અમે મારુતિ સુઝુકીની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે જ, નેક્સાની 7મી એનિવર્સરી પણ છે. અમે Nexa બ્લેક એડિશન રેન્જ રજૂ કરવા માટે ઉત્સાહિત છે.' તેમણે કહ્યું કે, નેક્સા બ્લેક એડિશન વાહન એ આશાનું પ્રતીક છે, જે ગ્રાહકો નેક્સા પાસેથી રાખે છે. ગ્રાહક આ વાહનોમાં લિમિટેડ એડિશન એસેસરીઝ પણ લગાવી શકે છે.

નેક્સા બ્લેક એડિશન ઇગ્નિસના ઝેટા અને અલ્ફા વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સિવાય, સિયાઝના તમામ વેરિયન્ટ્સ, XL6ના અલ્ફા+ વેરિયન્ટ્સ અને ગ્રાન્ડ વિટારાના , ઝેટા, ઝેટા+, અલ્ફા, અલ્ફા+ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નેક્સા બ્લેક એડિશન રેન્જની કિંમતો નેક્સા કારોની સ્ટાન્ડર્ડ રેન્જના અનુરૂપ જ છે. એટલે કે, જે કિંમતો રેગ્યુલર મોડલની હશે, તે કિંમતો બ્લેક એડિશન રેન્જની પણ હશે. અહીં તમને જણાવી દઈએ કે, નેક્સાની સૌથી સસ્તી કાર ઈગ્નિસ છે, જેની કિંમત માત્ર 5.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ સાથે જ જાન્યુઆરીના આ મહિનામાં, મારુતિ તેની નેક્સા રેન્જના કેટલાક મોડલ્સ - ઈગ્નિસ, બલેનો અને સિયાઝ પર ડિસ્કાઉન્ટ ઑફર્સ આપી રહી છે. તેના 2022 (MY22) મોડલ અને MY23 મોડલ, બંને પર ઑફર્સ છે. જો કે, ગયા વર્ષના મોડલ પર વધુ ડિસ્કાઉન્ટ છે. જ્યારે MY23 મોડલ પર ઓછું ડિસ્કાઉન્ટ છે. MY22 મોડલ્સ પર રોકડ ડિસ્કાઉન્ટ ફક્ત 16 જાન્યુઆરી, 2023 સુધી જ માન્ય છે, જો કે, MY23 મોડલ્સ પર આખો મહિનો ઑફર્સ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp