2023 ઓટો એક્સ્પોમાં Maruti Suzukiએ લોન્ચ કરી તેની પહેલી ઈલેક્ટ્રીક કાર

PC: fortuneindia.com

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ત્રણ વર્ષના લાંબા સમયગાળા પછી ઓટો એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓટો એક્સ્પોમાં Marutiએ પોતાની EVXને લોન્ચ કરી દીધી છે. વર્ષ 2023ના આ ઓટો એક્સ્પોમાં લોન્ચ થનારી આ પહેલી ગાડી છે. ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં આયોજિત વાહનોના આ પ્રદર્શનમાં Maruti Suzukiથી લઈને Tata Motors , Kia India સહિત ઘણી દિગ્ગજ બ્રાન્ડ ભાગ લઈ રહી છે. તે સિવાય એક્સ્પોમાં ઘણા સ્ટાર્ટઅપ અને નવા પ્લેયર્સ પણ જોવામાં આવશે.

ઓટો એક્સ્પો 11 અને 12 જાન્યુઆરીના મીડિયા માટે શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે જનરલ પબ્લિક માટે 13 જાન્યુઆરીથી ઓટો એક્સ્પો ખોલી દેવામાં આવશે, જે 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ઓટો એક્સ્પોમાં ઘણી મોટી કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. જેમાં Maruti Suzuki, TataMotors, Hyundai, Kia India, Totota Kirloskar Motor, BYD India, MG Motor India, Ashok Layland, JBM Auto, SML Isuzu જેવી બ્રાન્ડ સામેલ છે. જોકે એવી કેટલીક દિગ્ગજ કંપનીઓ પણ છે જે આ વર્ષે તેનાથી દૂર રહી છે.

આ વખતે ઓટો એક્સ્પોમાં ઈલેક્ટ્રીક વાહન નિર્માતા કંપનીઓનો મોટો જમાવડો જોવા મળશે. ખાસ કરીને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઘણી બ્રાન્ડ્સ પોતાના વાહનો શોકેસ કરશે. ઈલેક્ટ્રીક વેહીકલ કંપનીઓના લિસ્ટમાં Matter Motot Works, Greaves Cotton Limited, Tork Motos,Devot Motors, Okinava Autotech, Hero Eco-Tech,Gravton Motos, Liger Mobility, Godavari Electric Motors, Jitendra New EV, Motovolt Mobility Limited, Quantum Energy, Ulteviolet Automotive Pvt Ltd, LML Emotions Pvt Ltd, Hydrabad Innovation, Belize જેવા ઘણા બ્રાન્ડ્સ સામેલ છે.

મુંબઈ બેસ્ડ એક સ્ટાર્ટઅપ Liger Mobility પણ આ વખતે ઓટો એક્સ્પોમાં સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીક સ્કૂટરને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સ્કૂટર ઘણી રીતે ખાસ છે. સ્ટાર્ટઅપ દાવો કરે છે કે તેમાં ઓટો મોબિલિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને  Liger Mobilityએ સંપૂર્ણ રીતે ઈનહાઉસ ડેવલપ કરી છે. આ ટેકનીક પર આ સ્ટાર્ટઅપ લાંબા સમયથી કામ કરી રહ્યું હતું અને આ પહેલા Mahindra Duro સ્કૂટર પર પણ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ઓટો એક્સ્પોમાં ભાગ લેનારા બ્રાન્ડ્સમાં અમુક મોડલ એવા પણ છે, જેની પર લોકોની ખાસ નજર રહેશે. જેવા કે Maruti Suzukiની આવનારી 5 ડોર Jimny, કોન્સેપ્ટ ઈલેક્ટ્રીક કાર,  Hyundaiની iconic5, Creta Facelift, Kia Seltos FaceLift, Carnival, EV9 કોન્સેપ્ટ, MG Air EV, HectoeFacelift, Toyota GR Corolla, Tata Motorsની Punch Ev અને Safari DFacelift જેવા ઘણા મોડલ છે, જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp