Marutiની 2 કારોમાં સામે આવી ખરાબી, 87000થી વધુ કારો બજારમાંથી પરત ખેંચી

PC: reuters.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની બે બજેટલક્ષી કારોમાં મોટી ખરાબી સામે આવી છે. જેની ખબર પડ્યા પછી કંપનીએ કુલ 87,599 યૂનિટ્સને રિકોલ કર્યા છે. એટલે કે આ કારોની ખરાબી દૂર કરવા તેને પાછી બોલાવવામાં આવી છે. આ બે કારો એ એસપ્રેસો અને ઈકો.

કંપની અનુસાર 5 જુલાઈ 2021થી લઇને 15 ફેબ્રુઆરી 2023ની વચ્ચે બનેલી આ બંને કારોમાં મોટો ડિફોલ્ટ સામે આવ્યો છે. જેને લઇ વારે વારે આ કારોને લઇ ફરિયાદ મળી છે. ત્યાર પછી કંપનીએ તેને રિપેર કરવા માટે વર્કશોપમાં રિકોલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ આ ત્રીજીવાર છે જ્યારે કંપનીએ પોતાની કારોને રિકોલ કરવી પડી છે.

જાણકારી પ્રમાણે, આ બંને કારોના સ્ટેયરિંગ રોડમાં સતત ખરાબીની ફરિયાદ મળતી રહેતી હતી. ત્યાર પછી કંપનીએ ગાડીઓને ટેસ્ટ કરી અને સ્ટેયરિંગ રોડમાં ફોલ્ટ હોવાનું સામે આવ્યુંય કંપની અનુસાર સ્ટેયરિંગ રોડના એક ભાગમાં અમુક ફોલ્ટ સામે આવ્યો છે. માટે 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆરી 2023ની વચ્ચે બનેલી દરેક કારોમાં આ ફોલ્ટને રિપેર કરવામાં આવી રહ્યો છે.

સ્ટેયરિંગ રોડમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ આવવા પર સ્ટેયરિંગ હાર્ડ થઇ જાય છે. એટલે કે તેને ફેરવવામાં તકલીફ પડે છે. સાથે જ કારને ટર્ન કરતા સમયે સ્ટેયરિંગમાંથી અવાજ પણ આવવા લાગે છે. ધીમે ધીમે તેની હાર્ડનેસ વધી જાય છે અને આ ગાડીને ટર્ન કરતા સમયે ખતરનાક પણ બની શકે છે. હવે કંપની એસપ્રેસો અને ઈકોમાં આવેલા આ ફોલ્ટને લોકો પાસેથી પૈસા લીધા વિના રિપેર કરી આપવામાં આવશે.

આના માટે કસ્ટમર પોતાની કારની સાથે મારુતિ સુઝુકીના ઓથોરાઈર્ઝ્ડ વર્કશોપમાં સંપર્ક કરી શકે છે. તેની સાથે જ તમે કંપનીના કસ્ટમર કેયર નંબર પર કોલ કરી પોતાની સમસ્યા જણાવી શકો છો. અહીં તમને કાર રિપેર કરવાનો સમય આપવામાં આવશે. તે દરમિયાન પહોંચીને તમે કારને રિપેર કરાવી શકો છો. કંપની તમારી કારની તપાસ કર્યા પછી ખરાબ પાર્ટને પૈસા લીધા વિના રિપ્લેસ કરી આપશે.

પહેલા પણ થયું છે

કારોને રિકોલ કરવાનો આ પહેલા કેસ નથી. આ પહેલા પણ મારુતિ સુઝુકીની ગાડીઓમાં બે વાર ડિફોલ્ટ આવી ચૂક્યો છે. આ ડિફોલ્ટ પણ આ વર્ષે જ આવ્યો છે. જાન્યુઆરી માં કંપનીએ 17362 કારોને રિકોલ કરી હતી. ત્યાર પછી એપ્રિલમાં પણ 7213 ગાડીઓ રિકોલ કરવામાં આવી હતી. હવે આ ત્રીજો મામલો છે જ્યાં એસપ્રેસો અને ઈકોના લગભગ 87000 યૂનિટ્સને કંપનીએ રિકોલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp