Marutiની 17000 કારોને સેફ્ટીના જોખમને પગલે કરી રીકોલ, કંપનીએ આપી ન ચલાવવાની સલાહ

PC: moneycontrol.com

જો તમે પણ Maruti Suzukiની કારનો ઉપયોગ કરો છો, તો તમારા માટે મહત્ત્વના સમાચાર  આવ્યા છે. Maruti Suzukiની કારોમાં સેફ્ટી સાથે સંકળાયેલી એક સમસ્યા સામે આવી છે, જેને કારણે કંપનીએ મોટી સંખ્યામાં કારોનો રીકોલ કરી છે એટલે કે પાછી મંગાવી છે. Maruti Suzuki Indiaએ બુધવારે જણાવ્યું હતું કે, તેણે Alto K10, Brezza અને Balenoના 17362 વાહનોને ખરાબ એરબેગની તપાસ કરવા તેમજ તેને બદલવા માટે પાછી મંગાવવામાં આવી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ શેરબજારોને જણાવ્યું કે, પ્રભાવિત મોડલ્સમાં Alto K10, Espresso, Eeco, Brezza, Baleno અને Grand Vitara સામેલ છે.

જે કારોમાં આ સમસ્યા થઈ શકે છે, તેને 8 ડિસેમ્બર, 2022થી 12 જાન્યુઆરી, 2023ની વચ્ચે બનાવવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે, આ વાહનોમાં ફ્રીમાં એરબેગ કંટ્રોલરની તપાસ કરવા અને જરૂર પડવા પર બદલવા માટે પાછી લેવામાં આવી રહી છે. Maruti Suzukiએ કહ્યું કે, એવી આશંકા છે કે પ્રભાવિત હિસ્સામાં એક ખરાબીની આશંકા છે, જેને પગલે બની શકે છે કે વાહન દુર્ઘટનાની સ્થિતિમાં કેટલાક મામલાઓમાં એરબેગ અને સીટ બેલ્ટ પ્રેન્ટેસર યોગ્યરીતે કામ ના કરે.

નિવેદનમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ વાહનોના ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, જ્યાં સુધી પ્રભાવિત હિસ્સાને બદલવામાં ના આવે, ત્યાં સુધી વધુ સાવધાની રાખતા વાહન ના ચલાવે. પ્રભાવિત વાહન માલિકોને તાત્કાલિક ધ્યાન આપવા માટે કંપનીના અધિકૃત વર્કશોપ સાથે સંપર્ક કરવો જોઈએ. તેને પગલે, કંપની તરફથી પણ પ્રભાવિત વાહન માલિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ પહેલા Maruti Suzukiએ ડિસેમ્બરમાં પણ ફ્રન્ટ રો સીટ બેલ્ટમાં કેટલીક ખામીઓને પગલે પોતાની 9125 કારોને પાછી બોલાવી હતી. આ કારોમાં Ciaz, Brezzam Ertiga, XL6 અને Grand Vitaraના મોડલ્સ સામેલ હતા.

એક તરફ કંપની પોતાની ગાડીઓમાં પ્રોબ્લેમના કારણે તેને રીકોલ કરી છે અને બીજી તરફ કંપનીની 5-ડોર Jimny અને Fronx SUVને દિલ્હીમાં ચાલી રહેલા ઓટો એક્સ્પો 2023માં રજૂ કરી છે. અગાઉ, માત્ર પાંચ દિવસમાં 5-ડોર Jimnyનું 5000 ગાડીઓનું બુકિંગ મળ્યું હતું જ્યારે Fronx SUVનું બુકિંગ ઓલરેડી 1000ને પાર કરી ગયુ છે.

દરમિયાન Maruti Suzukiના શેર આજે સવારે 10.45 વાગ્યાની આસપાસ NSE પર 0.19% ની તેજી સાથે 8488.95 પર કારોબાર કરી રહ્યા હતા. છેલ્લાં એક મહિનામાં કંપનીના શેર 1.34% તૂટી ગયા છે. જોકે, છેલ્લાં એક વર્ષમાં તેમા 7.25% ની તેજી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp