Marutiએ લોન્ચ કર્યો નવો CNG મિનિ ટ્રક, જાણો કિંમત અને ફીચર્સ

PC: marutisuzukicommercial.com

Maruti Suzuki India Limited(MSIL) એ આજે પોતાના અપગ્રેડેડ કોમર્શિયલ વ્હીકલ સુપર કેરી મિની ટ્રકને લોન્ચ કર્યો છે. આ મિની ટ્રક પેટ્રોલ અને CNG બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, સાથે જ Maruti Suzukiએ એન્જિન ઇમોબિલાઇઝર સિસ્ટમની સાથે મિની ટ્રકની સેફ્ટીને પણ સારી કરી છે. Maruti Super Carry મિની ટ્રકની શરૂઆતી કિંમત 5.30 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. Maruti Super Carry માં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું એડવાન્સ કે-સીરિઝ ડ્યૂઅલ જેટ VVT પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 79.59 bhp નો પાવર અને 104.4 Nm નો ટોર્ક જનરેટ કરે છે. નવા એન્જિનને એડવાન્સ ફાઇવ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે, જે સારી ગ્રેડેબિલિટી પ્રદાન કરે છે જેનાથી ગ્રાહકોને પહેલાની સરખામણીમાં સારા ગ્રેડિએન્ટ ડ્રાઇવનો અનુભવ મળે છે.

નવી Maruti Super Carry ને રજૂ કરતા કંપનીએ જણાવ્યું કે, Maruti Suzuki હંમેશાં એવા ઉત્પાદનો રજૂ કરવામાં વિશ્વાસ ધરાવે છે, જે ગ્રાહકોની અપેક્ષાઓ કરતા ઘણી વધુ હોય. ભારતીય મિની-ટ્રક ગ્રાહકોની જરૂરિયાતો માટે નિર્મિત સુપર કેરીને કોમર્શિયલ વ્હીકલ સેગ્મેન્ટમાં લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. 2016માં લોન્ચ થયા બાદથી તેના 1.5 લાખ કરતા વધુ યુનિટ્સ વેચાઇ ચુક્યા છે.

નવા Maruti Super Carry ના વેરિયન્ટ્સ અને કિંમતો

વેરિયન્ટ

કિંમત (એક્સ શોરૂમ)

પેટ્રોલ ડેક

530500 રૂપિયા

પેટ્રોલ કેબ ચેચિસ

515500 રૂપિયા

CNG ડેક

630500 રૂપિયા

CNG કેબ ચેચિસ

615500 રૂપિયા

 

નવી Maruti Super Carryના લોન્ચ સાથે, Maruti Suzuki એ એક નવુ CNG કેબ ચેચિસ વેરિયન્ટ પણ રજૂ કર્યું છે. આ મિની ટ્રક CNG ડેક, ગેસોલાઇન ડેક અને ગેસોલાઇન કેબ ચિચિસ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે, નવી Maruti Super Carry એક વિશ્વાસપાત્ર મિની ટ્રક છે, જે ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સીટ બેલ્ટ રિમાઈન્ડર્સ જેવા સેફ્ટી ફીચર્સ સાથે એક નવા એન્જિન ઇમોબિલાઇઝર સિસ્ટમથી લેસ છે. તેનું કાર જેવુ ગિયર શિફ્ટ અને સારી રાઇડ કમ્ફર્ટ તેને લોકોમાં લોકપ્રિય બનાવે છે.

આ મિની ટ્રકમાં યાત્રાની વચ્ચે બ્રેક દરમિયાન આરામ માટે ફ્લેટ સીટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સુપર કેરી એસ-સીએનજી વેરિયન્ટ 5 લીટર ઇમરજન્સી પેટ્રોલ ટેન્ક સાથે આવે છે. તેનો પેટ્રોલ વેરિયન્ટ 740 કિલોગ્રામ અને CNG વેરિયન્ટ મહત્તમ 625 કિલોગ્રામ સુધીની પેલોડ કેપેસિટી સાથે આવે છે. નવી સુપર કેરી દેશના 270 કરતા વધુ શહેરોમાં ફેલાયેલા Maruti Suzukiના 370 કરતા વધુ કોમર્શિયલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp