Maruti Suzuki લાવી રહી છે 800cc એન્જિનની બજેટ કાર, જાણો કિંમત
મારુતિ સુઝુકી ભારતીય બજારમાં પોતાના પોર્ટફોલિયોમાં ઘણી નવી નવી કારો લાવવાની તૈયારીમાં છે. આ કડીમાં કંપની 4 મીટર UV, XL5 UV અને 5 ડોર જિમ્મી લાવવાની યોજના બનાવી રહી છે. કંપની આવતા બે વર્ષોમાં આ પ્રોજેક્ટ્સ બજારમાં ઉતારશે. હવે ખબર છે કે, કંપની આ મોડલ્સ ઉપરાંત 800ccની એન્ટ્રી લેવલની કાર પણ લોન્ચ કરશે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ભારતમાં સૌથી સફળ બ્રાન્ડ્સમાંથી એક છે. કંપનીની મારુતિ સુઝુકી 800 કાર ભારતમાં સૌથી સફળ કારોમાંથી એક છે.
રિપોર્ટ અનુસાર, મારુતિ સુઝુકી પોતાની અમુક કારોના ડિઝલ મોડલ પણ રજૂ કરી શકે છે. જેમાં એસ-ક્રોસ, વિટારા બ્રિઝા, સિયાઝ, અર્ટિગા અને XL6 સામેલ છે. આ કારોમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5 લીટર ડીઝલ એન્જિનમાં લાવવાની તૈયારીમાં છે. જણાવી દઇએ કે, મારુતિ સુઝુકીએ એપ્રિલ 2020માં નવા BS6 નિયમ લાગૂ થવાની સાથે જ ડીઝલ એન્જિનની કારો બંધ કરી દીધી છે. મારુતિ ભારતમાં ઓફ રોડર SUV જિમ્મી, એક નવી મીડ સાઇઝ SUV અને XL5 નામથી યૂટિલિટી વ્હીકલ સ્ટાઈલની હેચબેક કાર લોન્ચ કરશે.
મારુતિ સુઝુકી ઓલ્ટો હેચબેકને રિપ્લેસ કરશે નવી 800ccકાર
મારુતિ સુઝુકીની નવી 800cc એન્જિનની આ કાર ભારતીય બજારમાં અલ્ટો 800ને રિપ્લેસ કરી શકે છે. નવી કાર HEARTECT-K પ્લેટફોર્મ પર આધારિત રહેશે, જેનો ઉપયોગ એસપ્રેસો અને નવી વેગનઆરમાં કરવામાં આવે છે.
નવા એન્જિનનો પાવર
કંપની નવી કારમાં 800cc એન્જિન આપશે, જે 47bhp પાવર અને 69Nm ટોર્ક જનરેટ કરી શકે છે. કંપની આ કારને મેન્યુઅલ અને AMT બંને ટ્રાન્સમિશનની સાથે લોન્ચ કરી શકે છે.
આ કારો સાથે થશે ટક્કર
મારુતિની આ નવી કારની ટક્કર રૅનો ક્વિડ સાથે થશે. કંપની આ નવી કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ અને પાવર વિન્ડો પણ આપી શકે છે. કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, ABSની સાથે EBD, રિવર્સ પાર્કિંગ સેંસર, સીટ બેલ્ટ રિમાઈન્ડર, LED DRLs, વ્હીલ કેપ્સ અને સ્પીડ અલર્ટ જેવા ફીચર્સ પણ આપશે. ભારતમાં આ કાર 2021 સુધીમાં આવી શકે છે.
કિંમત
મારુતિ સુઝુકીની આ 800cc કાર 3-3.5 લાખની વચ્ચે આવી શકે છે. રૅનો ક્વિડની સાથે આ કાર ડેટસન રેડી-ગોને પણ ભારતીય બજારમાં ટક્કર આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp