મારુતિ સુઝુકીની ટોપ-3 કાર જે ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાઈ

PC: businesstoday.in

મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે, જેની પાસે સંખ્યા અને સેગમેન્ટના હિસાબે સૌથી મોટી રેન્જ ઉપસ્થિત છે. મારુતિ સુઝુકી ફેબ્રુઆરી મહિનામાં દેશની સૌથી બેસ્ટ સેલિંગ કાર કંપની બની છે. જેની 7 કારોએ ટોપ-10મા જગ્યા બનાવી છે. જો તમે પણ મારુતિ સુઝુકીની કારને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહી જાણી લો કંપનીની ટોપ-3 બેસ્ટ સેલિંગ કાર જેમને ફેબ્રુઆરી 2023મા સૌથી વધુ ખરીદવામાં આવી છે.

મારુતિ સુઝુકી અલ્ટો:

મારુતિ સુઝુકી અલ્ટો ફેબ્રુઆરી 2023માં ત્રીજી સૌથી વધુ વેચાનારી કાર છે, જે એક એન્ટ્રી લેવલ હેચબેક છે. મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરી 2022માં આ કારના 11,551 યુનિટ વેચ્યા હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપની તેના 18,114 યુનિટ વેચવામાં સફળ રહી. મારુતિ અલ્ટોને એક વર્ષમાં 57 ટકા ગ્રોથ હાંસલ થયો છે. મારુતિ સુઝુકી અલ્ટોને 2 એન્જિન વિકલ્પો સાથે વેચવામાં આવે છે, એક 800cc યુનિટ અને થોડું મોટું, 1.0 લીટર K સીરિઝ એન્જિન. બાદવાળાએ ગયા વર્ષે એક નવા પ્લેટફોર્મના આધાર પર પૂર્ણ ઓવરહૉલ જોયો. જેણે મારુતિ સુઝુકીના વેચાણની સંખ્યા અને વૃદ્ધિમાં મદદ કરી છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ:

મારુતિ સુઝુકીની ફેબ્રુઆરી મહિનામાં બીજી બેસ્ટ સેલિંગ કાર છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ, જે પોતાના સ્પોર્ટી ડિઝાઇન અને એવરેજ માટે પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીએ ગયા વર્ષે 19,202 યુનિટની તુલનામાં ફેબ્રુઆરી 2023માં સ્વીફ્ટની 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું છે. વેચાણમાં આવેલા આ 4 ટકાના ઘટાડા બાદ પણ આ કાર નંબર-2નું પોઝિશન હાંસલ કરવામાં સફળ રહી છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ એ કેટલાક મોડલોમાંથી એક છે જેમને મારુતિ સુઝુકીના લાઇનઅપમાં લાંબા સમયથી અપગ્રેડ જોયું નથી. કંપની આ કારણે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનને ફરીથી રજૂ કરે છે તો આ કારનું વેચાણ સારું થઈ શકે છે.

મારુતિ સુઝુકી બલેનો:

ફેબ્રુઆરી 2023માં સૌથી વધારે વેચાનારું મારુતિ સુઝુકી મોડલ બલેનો છે. જેમાં ગયા વર્ષનું એક મોટું અપડેટ જોવા મળ્યું હતું, સાથે જ ઘણી ટેક્નિકલી સારાઈઓ સાથે. કાર નિર્માતાએ ગયા મહિને 18,592 યુનિટ્સ વેચ્યા, જેમાં 48 ટકાનો વધારો નોંધાયો હતો. મારુતિ સુઝુકી બલેનોને કેટલાક ટ્વીક સાથે Toyota Glanzaના રૂપમાં પણ વેચવામાં આવે છે અને પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં Hyundai i20 અને Tata Altraz સાથે પ્રતિસ્પર્ધા કરે છે, જે એકમાત્ર 1.2 લીટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp