2.9 સેકેન્ડમાં પકડે છે 100ની સ્પીડ! Maseratieએ લોન્ચ કરી સુપરકાર, કિંમત છે અધધધ

PC: auto.hindustantimes.com

લક્ઝરી સુપરકારોના ફેન્સ માટે સારા સમાચાર છે. ઇટાલીની પ્રમુખ સ્પોર્ટ કાર નિર્માતા કંપની Maseratiએ ઇન્ડિયન માર્કેટમાં પોતાની પાવરફૂલ કાર Maserati MC20 લોન્ચ કરી દીધી છે. આકર્ષક લૂક અને શાનદાર એન્જિનથી સજેલી આ પાવરફૂલ સુપરકારની શરૂઆતી કિંમત 3.69 કરોડ રૂપિયા (એક્સ શૉરૂમ, ઈન્ડિયા) રાખવામાં આવી છે. Maserati આખી દુનિયામાં પોતાના જોરદાર સ્પોર્ટ કારો માટે જાણીતી છે અને અહીં બજારમાં આ કાર મુખ્ય રૂપે Ferari, Porsche અને Lamborghini જેવી બ્રાન્ડ્સને ટક્કર આપશે.

જો કે, Maserati MC20ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, આ અગાઉ આ કારને વર્ષ 2022માં પણ લોન્ચ કરવાની આશા હતી, પરંતુ ભલે મોડેથી પણ અંતે આ સુપરકાર ઇન્ડિયન રોડ્સને હિટ કરવા માટે આવી ચૂકી છે. ડિલરશીપ સોર્સિસના સંદર્ભે મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કારના પહેલા યુનિટની ડિલિવરી મે મહિનામાં થઈ શકે છે. આવો તો આ આર્ટિકલમાં જોઈએ આ કાર.

Maserati MC20નો પાવર અને પરફોર્મન્સ:

કંપનીએ આ કારમાં 3.0 લીટરની ક્ષમતાના પાવરફૂલ ટ્વીન ટર્બોચાર્જ V6 એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 630hpનો પાવર અને 730Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર 2.9 સેકન્ડમાં જ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને તેની ટોપસ્પીડ 325 કિલોમીટર પ્રતિ કલાક છે. Maserati MC20ની ડિઝાઇન મૂળ MC12થી સ્પષ્ટ રૂપે પ્રેરિત છે અને તેમાં એક પારંપરિક સ્પોર્ટ્સ કૂપ સિલ્હુટ આપવામાં આવ્યું છે. તેના બટરફ્લાઇ ડોર્સ ઓપન થયા બાદ કારનો લૂક વધુ શાનદાર બનાવે છે. સારા એરોડાયનામિક અને શાનદાર ફોલિંગ લાઇન્સ આ સુપરકારને જબરદસ્ત લૂક આપે છે. કંપનીએ સારા ડાઉનફોર્સ માટે એક નાના રિયર સ્પોઇલરને પણ સામેલ કર્યું છે.

Maserati MC20 પર એક નજર:

એન્જિન: 3.0 લીટર V6

પિકઅપ: 2.9 સેકન્ડમાં જ 0-100 kmph

ટોપ સ્પીડ: 325 કિલોમીટર પ્રતિકલાક

કિંમત 3.69 કરોડ રૂપિયા.

કંપનીએ આ ઇન્ટિરિયરને સરળ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે, ખૂબ જ જરૂરી અને મિનિમમ બટન્સથી આ ઇન્ટિરિયરને લેસ કરવામાં આવ્યો છે. તેના કેબિનમાં કાર્બન ફાઈબર અલ્કેન્ટારા અને લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના કેબિનને પ્રીમિયમ બનાવે છે. તેમાં 10 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 10 ઈંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે અને 10 ઈંચની ટચસ્ક્રીન ઇનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જ્યારે કાર્બન ફાઈબરથી ઢાંકેલા કન્સોલમાં માત્ર ડ્રાઈવ મોડ, એક વાયરલેસ સ્માર્ટફોન હોલ્ડર, ઇન્ફૉટેનમેન્ટ કંટ્રોલ અને કેટલાક અન્ય નાના ફંક્શન્સ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp