મર્સિડિઝની AMG સીરિઝની નવી કાર લોન્ચ થઇ, લુક્સ-ફીચર્સ દિલ જીતી લેશે પણ કિંમત...

PC: denverpost.com

મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં પોતાનું 9મુ AMG મોડલ લોન્ચ કરી દીધું છે, મર્સિડિઝ AMG E 53 4Matic કેબ્રેલે લોન્ચ કરી દીધી છે. આ ગાડીની એક્સ શોરૂમ કિંમત 1.30 કરોડ રૂપિયા છે. ભારતમાં આ કાર જર્મન માર્કેટ દ્વારા વેચવામાં આવતી એકમાત્ર ઓપન ટોપ કેબ્રેલે છે. 3.0 લીટર સિલિન્ડર વાળી આ કાર 435 બ્રેક હોર્સ પાવર જનરેટ કરે છે.

મર્સિડિઝ AMG E 53 4Matic કેબ્રેલેનું એક્સ્ટીરિયર ઘણું શાનદાર છે. તેમાં એક સ્પેશિયલ ગ્રિલ, AMG એલોય વ્હીલ, લિપ સ્પોઇલર અને એક ક્વોડ ટિપ એક્ઝોસ્ટ સેટએપ શામેલ છે. તે સિવાય મર્સિડિઝ AMG E 53 4Matic+ની તુલનામાં તેમાં બે દરવાજા વાળું લેઆઉટ અને એક કનવર્ટિબલ ટોપ છે.

કેબિનની અંદર, E 53 કેબ્રેલે E 53 સેડાન જેવું જ સેટઅપ આપવામાં આવ્યું છે. એક ટ્વીન ડિસ્પ્લે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ કોન્ફીગ્યુરેશન આપવામાં આવ્યું છે. સાથે જ એક વિંડ ડિફ્લેક્ટર, ટ્રેક પેસ ટ્રેક મેનેજમેન્ટ સિસ્ટમ, 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ, LED હેડલેમ્પ્સ, AMG સીટ, AMG પરફોર્મન્સ સ્ટીયરિંગ, બર્મિસ્ટર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ જેવા કેટલાક શાનદાર ફીચર્સ પણ શામેલ છે.

AMG E 53માં 3.0 લીટરનું ટર્બોચાર્જ્ડ ઇનલાઇન 6 સિલિન્ડર ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 435 બ્રેક હોર્સ પાવર અને 520 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે ઇન્ટીગ્રેટેડ જનરેટર દ્વારા જોડવામાં આવ્યો છે જે 21 બ્રેક હોર્સ પાવર અને 250 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.

આ વાહનમાં 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AMG E 53 4Matic+ ફુલ્લી વેરિએબલ ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમના માધ્યમથી દરેક ચારેય વ્હીલને પાવર આપે છે. આ કાર ફક્ત 4.6 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. સાથે જ 250 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે.

મર્સિડિઝ AMG E 53 4Matic+ની એક્સ શોરૂમ કિંમત 1.30 કરોડ રૂપિયા છે. મર્સિડીઝ AMG E 53 4Matic+ કેબ્રેલે AMG E 53ની સરખામણીમાં થોડી મોંઘી છે, તેની કિંમત 1.06 કરોડ રૂપિયા એક્સ શોરૂમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp