ફેસબૂક-ઈન્સ્ટા પર બ્લ્યૂ ટીક જોઈએ છે? ચૂકવવા પડશે આટલા રૂપિયા

PC: thehindubusinessline.com

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપની પેરેન્ટ કંપની ‘મેટા’એ પણ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી દીધી છે એટલે કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ વેરિફાઇડ અકાઉન્ટ એટલે કે બ્લૂ ટિક માટે પૈસા ચૂકવવા પડશે. વેબ માટે તેની કિંમત 11.99 ડોલર (993 રૂપિયા) અમે IOS માટે 14.99 ડોલર (1241 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે તેની જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું કે, આ અઠવાડિયે આ સર્વિસ પહેલી વખત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં શરૂ કરવામાં આવશે. અન્ય દેશોમાં જલદી જ આ સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. યુઝર પોતાના સરકારી ઓળખ પત્ર દ્વારા અકાઉન્ટ વેરિફાઇ કરાવી શકે છે. તેના માટે યુઝર્સના અકાઉન્ટને વધારાની સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, ભારતમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે? તેની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી. અત્યારે ક્રિએટર્સ, સાર્વજનિક વ્યક્તિઓ, જાણીતી હસ્તીઓ, કંપનીઓ અને બ્રાન્ડ્સ પેજને ફેસબુક તરફથી વેરિફિકેશન બાદ બ્લૂ બેજ આપવામાં આવે છે.

આ અગાઉ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે હાલમાં જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ટ્વીટર બ્લૂને લોન્ચ કરી હતી. ભારતમાં બ્લૂ ટિક લેવા અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સર્વિસના ફિચર્સનો ઉપયોગ કરવા માટે મોબાઇલ યુઝર્સે 900 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. તો કંપનીએ 650 રૂપિયાની સૌથી ઓછી કિંમતવાળો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન પર જાહેર કર્યો હતો. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. કંપનીએ ટ્વીટર પર બ્લૂ ટિકને ગયા વર્ષે જ નવા રૂપમાં જાહેર કર્યું હતું.

આ અગાઉ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ સૌથી પહેલા સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, UK, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસને શરૂ કરી હતી. કંપનીએ પોતાની વેબસાઇટ પર કહ્યું હતું કે, ગૂગલના એન્ડ્રોઇડ યુઝર્સ અને IOS યુઝર્સ ટ્વીટર બ્લૂનું માસિક સબસ્ક્રિપ્શન 11 ડોલર (લગભગ 900 રૂપિયામાં) ખરીદી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp