આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, ADAS અને ઘણું બધુ! લોન્ચ થઈ આ શાનદાર SUV, જાણો કિંમત

PC: mgmotor.co.in

લગભગ 100 વર્ષ જૂના વારસાવાળી બ્રિટિશ ઑટોમોબાઇલ બ્રાન્ડ MG મોટરે બુધવારે પોતાના નવા MG Astor Blackstorm એડિશનને લોન્ચ કર્યું. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ આ નવા એડિશનને કંપનીએ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતા બજારમાં ઉતાર્યું છે. આ SUVની શરૂઆતી કિંમત 14 લાખ 47 હજાર 800 રૂપિયા (એક્સ-શૉરૂમ) નક્કી કરવામાં આવી છે. MG Astor Blackstormમાં કંપનીએ કેટલાક બદલાવ કર્યા છે જે તેને રેગ્યૂલર મોડલથી એકદમ અલગ બનાવે છે. તેને બોલ્ડ અને સ્ટાઈલિશ લુક આપવામાં આવ્યો છે.

આ કંપની હાલના મોડલ Astorનું જ નવું Blackstorm એડિશન છે. તેના ફીચર હાઇલાઇટ્સમાં ઓલ બ્લેક હનિકોમ્બ પેટર્ન ગ્રીલ, લાલ રંગમાં પેઇન્ટ કરવામાં આવેલા ફ્રન્ટ બ્રેક કેલિપર્સ સાથે બ્લેક અલોય વ્હીલ, બ્લેક ફિનિશ્ડ હેન્ડલેમ્પ, બ્લેક રુફ રેલ્સ અને ડૉર ગાર્નિશ અને ફ્રન્ટ ફેન્ડર પર Blackstorm બેજ સામેલ છે. SUVની કેબિનમાં Astor સ્પેશિયલ એડિશન રેડ સ્ટિચિંગ સાથે ટક્સેડો બ્લેક અપહૉલ્સ્ટ્રી, રેડ થીમવાળા એસી વેંટ, JBL સ્પિકર અને એક ઓલ બ્લેક ફ્લોર કન્સોલ મળે છે.

Blackstormમાં પેનોરમિક સ્કાઈરુફ, ગ્લોસી બ્લેક ડૉર ગાર્નિસ અને બ્લેક ફિનિશ રુફ રેલ્સ આપવામાં આવ્યા છે જે Astor Blackstormના લૂકને વધુ શાનદાર બનાવે છે. SUVની બંને તરફ ફ્રન્ટ ફેન્ડર પર ‘Blackstorm’ ઇમ્બેલમ આપવામાં આવ્યા છે. MG મોટર ઈન્ડિયાના ઉપ સંચાલન ડિરેક્ટર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, જેમ કે આખો દેશ આગામી તહેવારી સીઝનની તૈયારી કરી રહ્યો છે. MG મોટર, ઈન્ડિયામાં અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમારા ગ્રાહક Astor Blackstorm સાથે સ્પેશિયલ અનુભવે.

Astor Blackstormના એન્જિનમાં મેકેનિઝ્મમાં કંપનીએ કોઈ મોટો બદલાવ કર્યો નથી. આ SUV અગાઉની જેમ 1.5 લીટર નેચનલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 108bhpનો પાવર અને 144Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 મેન્યુઅલ અને CVT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. Astor કંપનીના ગ્લોબલ પોર્ટફોલિયોમાં પર્સનલ આર્ટિફિશિયલ (AI) આસિસ્ટન્સ મેળવનારી પહેલી કાર છે.

તેમાં ઓટોનોમસ લેવલ 2 મિડ રેન્જ રડાર સિસ્ટમ આપવામાં આવ્યા છે જે ઘણા અલગ-અલગ કેમેરાઓથી લેસ છે. એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)થી લેસ આ SUV ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે. તેમાં ઘણા એવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે ડ્રાઇવિંગ દરમિયાન આસિસ્ટ કરે છે.

Astor Blackstormના ફીચર્સ:

MG Astorમાં 10.1 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ અને એક પેનોરમિક સનરૂફ સામેલ છે. તેમાં 6 એરબેગ અને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) મળે છે. જેમાં અડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફ્રન્ટ કોલાઈજન વોર્નિંગ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપિંગ/ડીપાર્ચર આસિસ્ટ, હાઇ બીમ આસિસ્ટ અને બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન જેવા ફીચર્સ સામેલ છે. તેમાં 360 ડિગ્રી કેમેરા અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp