MGએ ઓછા બજેટમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર Comet, કિંમત ટિયાગો કરતા ઓછી

PC: cardekho.com

MG Motors એ આખરે આજે ઇન્ડિયન માર્કેટમાં પોતાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર MG Comet EV ને આધિકારીક રીતે લોન્ચ કરી દીધી છે. આકર્ષક લુક, બોક્સ ડિઝાઇનવાળી આ મિની ઇલેક્ટ્રિક કારની શરૂઆતી કિંમત 7.98 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. બે દરવાજા અને ચાર સીટવાળી આ ઇલેક્ટ્રિક કારને હાલમાં જ કંપનીએ પ્રદર્શિત કરી હતી. આ કંપની તરફથી ભારતીય બજારમાં રજૂ કરવામાં આવનારી બીજી ઇલેક્ટ્રિક કાર છે, આ પહેલા MG eZS ને રજૂ કરવામાં આવી હતી.

કંપની આ કારનું બુકિંગ આગામી 15 મેથી શરૂ કરશે, જેને કંપનીની આધિકારીક વેબસાઇટ અને અધિકૃત ડીલરશિપના માધ્યમથી બુક કરી શકાશે. કારની ટેસ્ટ ડ્રાઇવ 27 એપ્રિલથી શરૂ થશે. બુકિંગની સાથે જ મે મહિનાથી જ તેની ડિલીવરી પણ શરૂ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આ કારને કંપનીએ બજારમાં ઉપલબ્ધ Tata Tiago EV કરતા પણ ઓછી કિંમતમાં લોન્ચ કરી છે, જેની કિંમત 8.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

MG Comet EV નો લુક અને ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે, કંપનીએ તેને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. આ કાર ઇન્ડોનેશિયાના બજારમાં વેચાનારી Wuling Air EV નું જ રીબેઝ્ડ વર્ઝન છે, જેને બ્રાન્ડની પેરેન્ટ કંપની SAIC ના GSEV પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કંપનીએ આ કારને ઘણા અલગ-અલગ રંગોમાં રજૂ કરી છે અને તેને ડેલી કમ્યુટ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. સાઇઝની દ્રષ્ટિથી આ ઇલેક્ટ્રિક કાર બજારમાં ઉપલબ્ધ પોતાની સૌથી નજીકની પ્રતિદ્વંદ્વી Tiago EV કરતા નાની છે.

MG Comet EV માં LED હેડલેમ્પ, LED ટેલલાઇટ્સ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, દરવાજાઓ પર ક્રો હેન્ડલ અને તેને 12 ઇંચના સ્ટીલ વ્હીલથી લેસ કરવામાં આવી છે. MG Comet EVના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમા 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. સ્ટીયરિંગ વ્હીલ પર કંટ્રોલ બટન્સ આપવામાં આવ્યા છે, જેની ડિઝાઇન iPad થી પ્રેરિત છે. કી-લેસ એન્ટ્રી, ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર, ટિલ્ટ એડજેસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ, 50:50 રેશિયોમાં ફોલ્ડ થનારી રિયર સીટ્સ વગેરેના ઇન્ટીરિયરને આકર્ષક બનાવે છે.

MG Comet EVમાં 17.3ની ક્ષમતાની બેટરી પેક આપવામાં આવી રહી છે અને તેનો ઇલેક્ટ્રિક મોટર પાવર 41bhp નો પાવર અને 110Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 230 કિમી સુધી ચાલશે. 3.3kW ના ચાર્જરથી તેની બેટરીને ચાર્જ થવામાં આશરે 7 કલાકનો સમય લાગે છે.

આ ઇલેક્ટ્રિક કારમાં ડ્યૂઅલ એરબેગ, ઇલેક્ટ્રોનિક, બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, સ્પીડ સેન્સિંગ ડોર લોક ફંક્શન અને ઇમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર-અનલોક ફંક્શન્સ આપવામાં આવી રહ્યા છે.

MG Comet EV માં કંપનીએ એડવાન્સ ફીચર્સ અને ટેકનિકનો ઉપયોગ કર્યો છે. આ કારમાં 55 કરતા વધુ કનેક્ટેડ કાર ફીચર્સ વાયરલેસ એન્ડ્રોઇડ અને એપલ કાર પ્લે, ફ્લોટિંગ ટ્વીન ડિસ્પ્લે, 100 કરતા વધુ વોઇસ કમાન્ડ અને ડિજિટલ કી જેવા ફીચર્સ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp