- Tech & Auto
- MG5ની સિડાન કાર લૉન્ચ, મર્સિડિઝ જેવો લાગી રહ્યો છે આગળનો ભાગ
MG5ની સિડાન કાર લૉન્ચ, મર્સિડિઝ જેવો લાગી રહ્યો છે આગળનો ભાગ

MG Motor એ પોતાની નવી સિડેન MG5 કાર લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ મીડ સાઈઝ સિડેનને વર્ષની શરૂઆતમાં Beijing Auto Show માં ડિસ્પ્લેમાં મૂકી હતી. કંપનીએ MG5 કાર હાલ ચીનમાં લૉન્ચ કરી છે. એવું પણ માનવામાં આવે છે કે, આવનારા કેટલાક મહિનામાં ભારત સહિત અન્ય ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ કંપની પોતાની આ નવી કાર લૉન્ચ કરશે.
MG Motorની આ નવી કારનો લુક દમદાર છે. જે કોઈ પણ વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકે છે. કારમાં સ્પેપ્ટબેક એંગુલર હેડલાઈટ સાથે ડ્યુલ પ્રોડેક્ટર LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. અંદર LED DRL હેડલાઈટ સેટઅપ આપવામાં આવ્યું છે. બ્લેક્ડ આઉટ ગ્રીલને કારણે કારનો લુક શાનદાર દેખાઈ રહ્યો છે. કારની સાઈડ પ્રોફાઈલ પણ બેસ્ટ છે. કાર આગળથી મર્સિડિઝ CLA જેવી લાગી રહી છે.
જ્યારે બેકમાં આપવામાં આવેલા સ્મોક્ડ C આકારના શેપ ટેલ લેમ્પ કારને એક સ્પોર્ટ્સ લુક આપે છે. કારની લંબાઈ 4675mm છે. જ્યારે વીલબેસ 2680mm છે. એન્જિન સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો સિડેનમાં એન્જિન ઓપ્શન 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લિટર ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિનથી લેસ છે.
નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન કારને 120bhp પાવર આપે છે. જ્યારે ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિનથી કારને 173bhpનો પાવર મળે છે. આ નવી કારની કિંમત અંગે હજું સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. MG Motor સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની છે. કંપનીએ આ નવી કારનું નામ ન્યુ જનરેશન કાર પણ આપ્યું છે. હાલમાં કારનો લુક જ સામે આવ્યો છે.આ ઉપરાંત કારમાં મેગ વ્હિલ્સ આપવામાં આવ્યા છે. જ્યારે રૂફટોપ બેસ્ટ રીતે ડીઝાઈન કરાયું છે. જે કારને એક સ્પોર્ટ્સ લુક આપે છે. આ કારનું ઈન્ટિરિયર કંપનીની અગાઉની બધી કાર કરતા અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. કારના સ્ટેરિંગમાં ત્રણ સ્પોક યુનિટ આપવામાં આવ્યા છે.
જ્યારે ડેશબોર્ડ અન્ય કાર કરતા અલગ છે. જેમાં ડિજિટલ ડિસ્પ્લે, ઈલેક્ટ્રિક સનરૂફ, સ્ટેરિંગમાં મલ્ટિ મીડિયા કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે. હાલમાં કંપનીએ કારના કલર્સ અંગે કોઈ પ્રકારના સ્પષ્ટતા કરી નથી. MG હેક્ટર અને હેક્ટર પ્લસમાં જે એન્જિન ક્ષમતા આપવામાં આવી છે એવી જ ક્ષમતા આ નવી કારના એન્જિનમાં છે.
Related Posts
Top News
'બધા તેને જ લાડ લડાવતા હતા', 13 વર્ષના ભાઈએ 6 વર્ષની માસુમ બહેનનો જીવ લઈ લીધો
રહસ્યમય બોલનો માસ્ટર વરુણ ચક્રવર્તી... હરભજને જણાવ્યું શું છે તેની બોલિંગમાં ખાસ
શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?
Opinion
