સેકન્ડ હેન્ડ ગાડીઓને લઈને સરકારનું મોટું પગલું, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો

PC: india.com

દેશના અલગ-અલગ રાજ્યોમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ચોર દેશના એક છેડેથી ચોરી કરેલા વાહનને બીજા છેડે લઈ જઈને સરળતાથી વેચી દે છે. ચોરીના વાહનો અપેક્ષા કરતા ઓછા ભાવે મળી જાય છે અને લોકો જાણકારીના અભાવે તેને ખરીદી પણ લે છે. ચોરીની ગાડીઓની ખોટી રીતે ખરીદી અને વેચાણ પર લગામ લગાવવા માટે હવે માર્ગ પરિવહન મંત્રાલયે મોટું પગલું ભર્યું છે.

વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે માર્ગ પરિવહન મંત્રાલય તરફથી એક સૂચના જારી કરવામાં આવી છે. નવા નિયમથી યોગ્ય ડીલર અને ગાડીની ઓળખ કરવામાં સરળતા રહેશે, સાથે જ ચોરીની ગાડીઓની ખોટી રીતે ખરીદી અને વેચાણ પર પણ લગામ લગાવવામાં સહાયતા મળી શકશે. માર્ગ પરિવહન મંત્રાલયે ડીલર દ્વારા ગાડીઓના વેચાણ અને ખરીદીને પારદર્શક બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે.

માર્ગ પરિવહન મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989ના પ્રકરણ 3મા બદલાવો કર્યા છે. આ બદલાવ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. આના દ્વારા જૂની કારના માર્કેટના રેગ્યુલેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નિયમોમાં ફેરફારને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી સામાન્ય લોકોને ઘણા ફાયદા થશે.

સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા ડીલરની ચકાસણી કરવા માટે સર્ટિફિકેટ આપવામાં આવશે. જેનાથી લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવી શકાય. ડીલર અને વાહન માલિકની વચ્ચે સંબંધ પર સ્પષ્ટતા રહેશે. ડીલર પાસે ગાડી હોવા પર તેની જવાબદારી અને અધિકારો સ્પષ્ટ થશે.

હવે ડીલર તેની પાસે આવેલી ગાડી માટે નોંધણી પ્રમાણપત્રનું નવીકરણ અથવા ફિટનેસના પ્રમાણપત્રનું નવીકરણ, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, NOC, માલિકીનું ટ્રાન્સફર કરવા માટે અરજી કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ગાડી માટે ઈલેક્ટ્રોનિક ટ્રિપ રજિસ્ટર ફરજિયાત હશે.

જેનાથી ગાડીનું માઇલેજ, ડ્રાઇવ, ઉપયોગ સંબંધી તમામ વિગતો ચકાસી શકાય છે. ગાડી સંબંધી કોઈપણ પ્રકારના નુકસાન અથવા ડોક્યુમેન્ટ્સ ગુમ થવાની સૂચના માલિકે સત્તાધિકારીને આપવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp