ઉદયપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોબાઇલ ફાટ્યો

PC: haribhoomi.com

ઘણી વખત મોબાઇલ ફાટવાના સમાચાર આવતા રહે છે અને હવે એક વધુ બનાવ સામે આવ્યો છે. 17મી જુલાઇ, સોમવારના રોજ ઉદયપુરથી દિલ્હી જનારી ફ્લાઇટના ટેકઓફના થોડા સમય બાદ જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, ફ્લાઇટમાં એક યાત્રીનો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. જોકે, લેન્ડિંગ બાદ ફ્લાઇટના ચેકઅપ બાદ ફરીથી ફ્લાઇટ ટેકઓફ કરાવવામાં આવી.

એરલાઇનના એક અધિકારીએ કહ્યું કે, એક યાત્રીના મોબાઇલ ફોન ચાર્જરમાં ખરાબી આવી ગઇ હતી, જેના કારણે આ થયું. તે સિવાય એ પણ કહેવામાં આવ્યું હતું કે, મોબાઇલ ફોનના ગરમ થવાના કારણે આમ થયું છે. જોકે, તે વિશે વધુ જાણકારી મળી નથી. આવી ઘટનાઓ પાછળ ઘણા કારણ હોઇ શકે છે. આજે અમે તમને આવા જે કેટલાક કારણો વિશે કહેવા જઇ રહ્યા છીએ, જે કારણે આ પ્રકારની ઘટનાથી બચી શકાય.

સ્માર્ટફોનમાં આગ લાગવાનું સૌથી મોટુ કારણ થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને ચાર્જરનો ઉપયોગ છે. સુનિશ્ચિત કરો કે તમે સોર્સ દ્વારા સર્ટિફાઇડ ચાર્જર જ યુઝ કરો. ચાર્જર અને એડેપ્ટરના પૈસા બચાવવાથી જીવનું જોખમ બની શકે છે.

ફોનમાં આગ લાગવાના કે ફાટવાનું એક સામાન્ય કારણ થર્ટ પાર્ટી બેટરીનો ઉપયોગ પણ હોઇ શકે છે. બેટરીઓ સમયની સાથે ડેમેજ થતી જાય છે. જે કારણે બેટરીનું પરફોર્મન્સ ઓછું થઇ જાય છે. એવા કેસમાં, એક નવો ફોન ખરીદી લો અથવા તો કંપની કે પછી ઓથોરાઇઝ્ડ સ્ટોરમાંથી ચેન્જ કરાવી લો.

ફોનને ખરાબ રીતે ઉપયોગ કરવાથી ફક્ત તેના બહારના હિસ્સા પર જ નહીં, પણ બેટરી સહિત ઇન્ટરનલ પાર્ટ પર પણ અસર પડે છે. જો તમે જુઓ છો કે, બેટરી ફુલ થઇ રહી છે કે પછી બેટરી એરિયાની આસપાસ બોડીમાં કંઇ ડેમેજ થઇ રહ્યું છે, તો તેની બેટરી ડેમેજ થઇ રહી છે અને તેના કારણે શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ કે પછી લીકેજ પણ થઇ શકે છે.

સ્માર્ટફોનના ફાટવા પાછળનું એક વધુ કારણ એ છે કે, ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો. એવું એટલા માટે થાય છે કારણ કે, મોબાઇલ ચાર્જિંગ દરમિયાન થોડા ગરમ થાય છે અને એ સમયે તેનો ઉપયોગ કરવાથી ઓવરહીટિંગ થઇ શકે છે અને ફોન ફાટી શકે છે.

એ ઘણી સામાન્ય વાત છે કે, અમુક લોકો ફોનને ચાર્જરથી કનેક્ટ કરીને ચાર્જ કરવા માટે બેડ કે તકિયાની નીચે મૂકી દે છે. તેનાથી ફોન ગરમ થઇ શકે છે અને તેમાં શોર્ટ સર્કિટ થવાનું કે પછી આગ લાગવાનું જોખમ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp