- Tech & Auto
- ધરતીથી દૂર જઈ રહ્યો છે ચંદ્ર! વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
ધરતીથી દૂર જઈ રહ્યો છે ચંદ્ર! વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

આપણા જીવનમાં ચંદ્ર કેટલો મહત્ત્વપૂર્ણ છે, તે આપણે સૌ જાણીએ છીએ. તેણે કવિઓ, લેખકો, વિચારકોને પ્રેરણા પૂરી પાડી છે. વિજ્ઞાનના મામલામાં પણ ચંદ્રની ધરતી પર ગાઢ અસર પડે છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ચંદ્ર સાથે સંકળાયેલા એક અજીબ સમાચાર વિશે વાત કરી સૌને ચોંકાવી દીધા છે. સમાચાર છે કે, બાળકોના પ્રિય ચાંદા મામા હવે આપણાથી દૂર જઈ રહ્યા છે.
ઓડી વેબસાઈટના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ચંદ્રમા દર વર્ષે ધરતીથી થોડો દૂર થતો જઈ રહ્યો છે. જોકે, આ શિફ્ટ ઘણો ધીમો છે. રિપોર્ટ અનુસાર, ચંદ્રમા પ્રત્યેક વર્ષ આશરે 3.8 સેન્ટીમીટર ધરતીથી દૂર થતો જઈ રહ્યો છે. લાંબા સમયથી વૈજ્ઞાનિક ચંદ્રમા પર દુનિયા વસાવવા અંગે વાતો કરતા આવ્યા છે. ઘણા દેશોએ ચંદ્રમાના હિસ્સા પર દાવો કરવાની વાત પણ કહી દીધી છે પરંતુ, હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે કે ચંદ્રમા દર વર્ષે આપણાથી થોડો દૂર જઈ રહ્યો છે, તો કદાચ ત્યાં જવાની વાત સપના જેવી થઈ જશે કારણ કે, આગળ જતા જો તે એટલો દૂર ચાલ્યો ગયો કે ત્યાંથી ધરતી પર જ પાછા ના આવી શકાયું તો લોકોની મુશ્કેલીઓ વધી જશે.
નાસાના જણાવ્યા અનુસાર, ચંદ્રમાના દૂર જવાની આ પ્રક્રિયા નવી નથી. ચંદ્ર ચાર ખરબ વર્ષ જૂનો છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી વૈજ્ઞાનિકોએ એ અનુમાન લગાવ્યું છે કે, તે ધરતીથી દૂર જઈ રહ્યો છે. તેની જાણકારી વર્ષ 1969થી લગાવવામાં આવી હતી જ્યારે એપોલો મિશન દરમિયાન રિફ્લેક્ટિવ પેનલ ચંદ્ર પર લગાવવામાં આવી હતી. એ જ પેનલો દ્વારા વૈજ્ઞાનિકોએ ચંદ્ર અને ધરતીના અંતર અંગે જાણકારી મેળવી હતી.
જ્યારે પણ ધરતીના ઓર્બિટમાં થોડું પણ પરિવર્તન આવે છે, ધરતી સુધી આવનારા સૂર્યના પ્રકાશ પર પણ તેની અસર પડે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ ધરતીના ઓર્બિટમાં તફાવત, સૂર્ય અને ચંદ્રના અંતર અંગે જાણકારી મેળવી તો તેમણે અંદાજો લગાવ્યો કે આશરે 2 ખરબ વર્ષ પહેલા ચંદ્રમા, ધરતીથી 60 હજાર કિલોમીટર નજીક હતો. પરંતુ, સમયની સાથે તે દૂર જતો ગયો. આવુ એ જ કારણે થયુ કારણ કે, ધરતીના ઓર્બિટમાં પરિવર્તન થયુ. એટલે કે પહેલા ધરતી પર 17 કલાકનો દિવસ રહેતો હશે. નાસાના જણાવ્યા અનુસાર, ધરતી અને ચંદ્રનું હાલ અંતર છે 384400 કિલોમીટર છે.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
