ધૂમ મચાવવા આવી રહ્યો છે Motorolaનો બાહુબલી ફોન, જાણો ફીચર્સ અને કિંમત

હેવી રેમ, દમદાર બેટરી અને કેમેરાવાળા સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન છે, તો Motorolaના અપકમિંગ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, Moto Edge 40 Pro ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે કારણ કે વેબસાઈટ પર તેના રેન્ડર, સ્પેસિફેકશન અને કિંમતની માહિતી સામે આવી છે. મોટોરોલા બ્રાન્ડનો લેટેસ્ટ Edge સીરિઝ ડિવાઈસ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટથી લેસ થઈ શકે છે. તેને એક સેન્ટ્રલી અલાઇન હાલ-પંચ કટઆઉટ અને પાછળની તરફ 50 મેગા પિક્સેલનો ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે દેખાડવામાં આવ્યો છે.

Moto Edge 40 Proને Moto X40ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે જાહેર કરવામાં આવી શકે છે. તેની પાસે સમાન સ્પેસિફિકેશન પણ હશે. આ સિવાય આગામી મહિને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 દરમિયાન આ ફોનના લોન્ચિંગની શક્યતાઓ છે. ટિપ્સસ્ટર સુધાંશું અંભોરેએ Moto Edge 40 Proના રેન્ડર્સ, કિંમત અને સ્પેસિફિકેશનને એપ્લોઝના સહયોગથી શેર કર્યા છે. રેન્ડર હેન્ડસેટને કાળા અને બ્લૂ કલરમાં દેખાડે છે અને ડિસ્પ્લેને સેન્ટ્રલી અલાઈન હોલ પંચ કટઆઉટ સાથે જોવામાં આવે છે.

જેમાં સેલ્ફી કેમેરો પણ દેખાય છે. એવું લાગે છે કે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર છે. મોટોરોલા સ્માર્ટફોનને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે જોવામાં આવ્યો છે. જેમાં 50 મેગા પિક્સેલનો પ્રાઈમરી સેન્સર અને LED ફ્લેશ છે. આ સિવાય હેન્ડસેટના જમણી બાજુ પાવર અને વોલ્યુમ બટનો છે. લીક થયેલી માહિતી પ્રમાણે Moto Edge 40 Proના 12 GB રેમ+256 GB સ્ટોરેજ મોડલની કિંમત 850 યુરો એટલે કે 75300 રૂપિયા હશે. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Moto X40ને ચીની માર્કેટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં 8 GB રેમ+128 GB સ્ટોરેજ સાથે 3399 CYN(આશરે 41000 રૂ) સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે Moto Edge 40 Pro એન્ડ્રોઈડ 13 પર ચાલે છે અને તેમાં 165 hz રિફ્રેશ રેટ અને ડીસી ડિમિંગ સપોર્ટની સાથે 6.67 ની ફુલ HD+ 3D કર્વ્ડ OLED ડિસપ્લે છે. આ એક ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટથી લેસ હશે.

જે 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપમાં IOS સપોર્ટવાળું 50 મેગા પિક્સેલનો પ્રાઈમરી કેમેરો, 50 મેગા પિક્સેલનો વાઈડ એંગલ લેન્સ અને 12 મેગા પિક્સેલનો ટેલિફોટો લેન્સ હોઈ શકે છે. આ સિવાય ફ્રન્ટમાં 60 મેગા પિક્સેલનો સેલ્ફી કેમેરો હોઈ શકે છે. આ 125W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગના સપોર્ટ સાથે 4600 mAhની બેટરી સાથે આવી શકે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.