રશિયાનું લૂના-25 ક્રેશ થવાથી ચંદ્ર પર થયો 33 ફૂટ પહોળો ખાડો, NASAએ શેર કરી તસવીર

PC: twitter.com

અમેરિકન અંતરીક્ષ એજન્સી NASAએ રશિયન નિષ્ફળ મૂન મિશનની એક તસવીર જાહેર કરી છે. આ તસવીરમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે રશિયન મૂન મિશન લૂના-25 ક્રેશ થવા અગાઉ અને ત્યારબાદ ચંદ્રમાની સપાટી પર બદલાવ આવ્યો છે. તમને સ્પષ્ટ રૂપે ખાડો નજરે પડી રહ્યો છે એટલે કે ચંદ્ર પર બનેલો નવો ક્રેટર. રશિયાનું લૂના-25 મિશન ગયા મહિને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ક્રેશ થઈ ગયું હતું. તે પોતાની ગતિ કરતા વધુ તેજ સ્પીડમાં હતું. જેના કારણે નક્કી ઓર્બિટ પાર કરીને ચંદ્રની સપાટી સાથે ટકરાઇ ગયું. જો તે ક્રેશ ન થતું તો રશિયા 47 વર્ષ બાદ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ હાંસલ કરતું.

NASAના લૂનર રિકોન્સેસ ઓર્બિટર (LRO)એ રશિયન લૂના-25 મિશનના ક્રેશ સાઇટની તસવીર લીધી છે. ચંદ્રની સપાટી પર નવું ક્રેટર દખાઈ રહ્યો છે. જે લૂનાની ટક્કરથી બનેલો લાગે છે. NASAએ ટ્વીટ કરીને કહ્યું કે, ક્રેટર લગભગ 10 મીટર વ્યાસનો છે એટલે કે લગભગ 33 ફૂટ. આ એક ઇમ્પેક્ટ ક્રેટર છે. તે પ્રાકૃતિક રૂપે બનેલો ખાડો નથી. ક્રેશ બાદ રશિયાએ આ અકસ્માતની તપાસ માટે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કમિશનની રચના કરી છે જેથી ક્રેશનું અસલી કારણ જાણી શકાય. એ જોવા મળે છે કે ઘણા મૂન મિશન મોટા ભાગે નિષ્ફળ થઈ જાય છે, પરંતુ રશિયાનું આ નિષ્ફળ મિશન તેના સન્માન માટે મોટી ઇજા છે કેમ કે શીતયુદ્ધના સમયે તે સ્પેસ ઇન્ડસ્ટ્રીનો રાજા હતો.

રશિયા પહેલો દેશ હતો જેણે સૌથી પહેલા 1957માં સ્પુતનિક-1 સેટેલાઈટ લોન્ચ કરી હતી. સોવિયત કોસ્મોનોટ યુરી ગેગરીન 1961માં અંતરીક્ષની યાત્રા કરનારા પહેલા વ્યક્તિ હતા. રશિયાની સ્પેસ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ખૂબ જ શાનદાર હતી, પરંતુ અત્યારે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રશિયન સ્પેસ રોસકોસમોસે કહ્યું હતું કે, લૂના-25 અસલી પેરમીટર્સથી અલગ જતું રહ્યું હતું. નક્કી ઓર્બિટની જગ્યાએ બીજા ઓર્બિટમાં ગયું. આ કારણે તે સીધું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે જઈને ક્રેશ થઈ ગયું.

લૂના-25ને 11 ઑગસ્ટની સવારે 04:40 વાગ્યે અમૂર ઓબ્લાસ્ટના વોસ્તોની કોસ્મોડ્રોનથી લોન્ચ કરવામાં આવ્યું. લોન્ચિંગ સોયુજ 2.1-B રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લૂના ગ્લોબ મિશન પણ કહેવાય છે. 1976ના લૂના-24 મિશન બાદ આજ સુધી રશિયાનું કોઈ પણ યાન ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચ્યું નથી. એ પહોંચ્યા પરંતુ ખરાબ હાલતમાં. રશિયાએ સોયુજ રોકેટથી લોન્ચિંગ કરી હતી. તે લગભગ 46.3 મીટર લાંબો હતો. તેનો વ્યાસ 10.3 મીટર હતો. વજન 313 ટન હતું. તેણે લૂના-25 લેન્ડરને ધરતી બહાર એક ગોળાકાર ઓર્બિટમાં છોડ્યું હતું, ત્યારબાદ તે સ્પેસક્રાફ્ટ ચંદ્રના હાઇવે પર નીકળી ગયું હતું. આ હાઇવે પર તેને 5 યાત્રા કરી. પરંતુ નક્કી લેન્ડિંગથી એક દિવસ અગાઉ જ ક્રેશ કરી ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp