- Tech and Auto
- દુનિયાને મળ્યો પાંચમો મહાસાગર, નામ છે સાઉથર્ન ઓશિયન
દુનિયાને મળ્યો પાંચમો મહાસાગર, નામ છે સાઉથર્ન ઓશિયન
આખરે પૃથ્વીને તેનો પાંચમો મહાસાગર મળી ગયો છે. મતલબ એ છે કે સાગર તો પહેલાથી જ હતો પરંતુ તેને હવે પાંચમા મહાસાગર તરીકેની માન્યતા મળી ગઈ છે. આ માન્યતા નેશનલ જિયોગ્રાફિક સોસાયટીએ આપી છે. પાંચમાં મહાસાગરનું નામ સાઉથર્ન મહાસાગર છે. આ એન્ટાર્કિટિકામાં છે. આ પહેલા પૃથ્વી પર ચાર મહાસાગરો હતો- એટલાન્ટિક, પ્રશાંત હિંદ અને આર્કટિક મહાસાગર. પાંચમો મહાસાગર એટલે કે સાઉથર્ન ઓસનમાં પાણી ઘણું ઠંડુ છે. કારણ કે અહીં માત્ર બરફના પહાડો, હિમખંડ અને ગ્લેશિયર જ છે. 8 જૂનના રોજ વર્લ્ડ ઓશિયન ડે પર નેશનલ જિયોગ્રાફિક સોસાયટીએ આ પાંચમા મહાસાગરને માન્યતા આપી હતી. એનજીએસના ઓફિશિયલ જિયોગ્રાફર એલેક્સ ટેટ કહે છે કે ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકો સાઉથર્ન ઓસનને માન્યતા આપી રહ્યા ન હતા. તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કોઈ પ્રકારનો સમજોતો થયો ન હતો. આથી અમે તેને ઓફિશિયલી મહાસાગરની કેટેગરીમાં સ્થાન આપી શકતા ન હતા.

એલેક્સ ટેટે કહ્યું છે કે તેની સૌથી મોટી અસર એજ્યુકેશન સેક્ટર પર પડશે. સ્ટુડન્ટ્સ સાઉથર્ન ઓશિયન અંગે નવી જાણકારીઓ મેળવી શકશે. તેને પણ બધા દેશોમાં માન્યતા મળશે. તેને અલગ અલગ દેશોના ભૂગોળ અને વિજ્ઞાનના પુસ્તકોમાં સામેલ કરવામાં આવશે. તેની ખાસિયત અને મોસમ અંગે ભણાવવામાં આવશે. એન્ટાર્કટિકાને પણ નક્શામાં 1915માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ એસએસજીએ પછી ચાર મહાસાગરોને સીમામાં બાંધી દીધા હતા. જેમને મહાદ્વીપોની સીમાઓના આધાર પર નામ આપવામાં આવ્યા હતા.

પરંતુ તેનાથી ઉલટુ, સાઉથર્ન ઓશિયનને કોઈ મહાદ્વીપના નામથી નહીં બોલાવવામાં આવશે કારણ કે આ એન્ટાર્કટિક સર્કમપોલર કરેન્ટથી ઘેરાયેલો છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એસીસીનું નિર્માણ 3.4 કરોડ વર્ષ પહેલા તે સમયે થયું હતું, જ્યારે દક્ષિણ અમેરિકાથી એન્ટાર્કટિકા અલગ થયું હતું. આ પાણી દુનિયાના બોટમમાં વહેતું રહે છે. આજના સમયમાં એસીસીનું પાણી આખી દુનિયાના મહાસાગરોમાં વહે છે. આ આખા એન્ટાર્કટિકાને ચારે બાજુ ઘેરીને રાખે છે. જેને ડ્રેક પેસેજ કહેવામાં આવે છે.

અહીં પર સ્કોટિયા સાગર આવેલો છે, જે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા પ્રાયદ્વીપની વચમાં છે. આથી એસીસીમાં જેટલું પાણી વહે છે, તે સાઉથર્ન મહાસાગરનું જ છે. અહીંનું પાણી બાકી મહાસાગરોના પાણીથી વધારે ઠંડુ અને ઓછું ખારું છે. એસીસી એટલાન્ટિક, પ્રશાંત અને હિંદ મહાસાગરથી પાણી ખેંચીને એક વૈશ્વિક કન્વેયર બેલ્ટનું કામ કરે છે. આ પૃથ્વીની ગરમીને ઓછી કરે છે. તેના કારણે ઠંડા પાણી સમુદ્રના ઊંડાણમાં કાર્બન જમા કરે છે. તેના કારણે હજારો સમુદ્રી પ્રજાતિઓ એસીસીના પાણીમાં રહેવાનું પસંદ કરે છે. મહાદ્વીપોના નામ પર જ મહાસાગરોના નામ રાખવામાં આવ્યા છે. તેના ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. સાઉથર્ન ઓશિયનને સૌથી પહેલા 16મી સદીમાં સ્પેનિશ શોધક વાસ્કો નુનેજ ડે બાલબોઆએ શોધ્યું હતું. સાથે જ આ સાગરની આંતરરાષ્ટ્રીય મહત્તાને પણ જણાવી હતી. કારણ કે તેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર સમુદ્રી વ્યાપાર થાય છે. 19મીમ સદી સુધીમાં ઘણા દેશોએ હાઈડ્રોગ્રાફિક ઓથઓરિટી બાવીને સમુદ્રોના નક્શા બનાવ્યા. સાઉથર્ન ઓશિયન અંગે 1921માં આંતરરાષ્ટ્રીય હાઈડ્રોગ્રાફિક ઓર્ગેનાઈઝેશનમાં તેની વાત કરવામાં આવી છે.

આઈસ પ્રેસ 2015માં છપાયેલું પુસ્તક સાઉથર્ન ઓશિયનઃ ઓશિયાનોગ્રાફર્સ પર્સપેક્ટિવમાં કહેવામાં આવ્યું છે કે 1953 સુધી કોઈ પણ દેશ તેને મહાસાગરનું નામ આપવા તૈયાર થઈ રહ્યો ન હતો. કારણ કે તેનું જસ્ટીફિકેશન આપવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. ધ યુએસ બોર્ડ ઓન જિયોગ્રાફિક નેમ્સે 1999માં આ શબ્દનો અધિકારિક પ્રયોગ શરૂ કર્યો હતો. દુનિયાભરના વૈજ્ઞાનિકો તેને સાઉથર્ન ઓશિયન જ બોલાવે છે. નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશને 1999માં સાઉથર્ન ઓશિયન શબ્દનો ઉપયોગ પોતાના રિપોર્ટમાં કરવાનો શરૂ કર્યો હતો.પહેલા આપણને ભણાવવામાં આવતું હતું કે સાત સમુદ્ર છે પરંતુ આ વાત જૂની થઈ ગઈ છે. કારણ કે તેના ઈતિહાસની વાત કોઈની પાસે નથી.

