અમેરિકાની મંજૂરી, માણસના મગજમાં લાગશે એલન મસ્કની ચિપ, હજારો લોકો તૈયાર

PC: DailyMail.com

અવકાશ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ કર્યા પછી એલન મસ્ક હવે માનવીય દિમાગને લઇ નવી ક્રાંતિ કરવા જઇ રહી છે. જેમાં હ્યુમન બ્રેનમાં એક ચિપ લગાવવામાં આવશે. જેના માટે તે પહેલાથી જ એક કંપની તૈયાર કરી ચૂક્યા છે. જેનું નામ Neuralink છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલન મસ્કના સ્ટાર્ટ અપ Neuralinkને અમેરિકન એજન્સી FDA તરફથી હ્યૂમન ટ્રાયલને લઇ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. આવનારા અઠવાડિયામાં આ ટ્રાયલ પણ શરૂ કરી શકાશે.

માનવીય બ્રેનમાં લાગશે એક એડવાન્સ ચિપ

એલન મસ્કનું સ્ટાર્ટ અપ હ્યૂમન બ્રેનની સાથે એક ચિપ ઇમ્પ્લાન્ટ કરશે. હાલમાં આ ટ્રાયલ તરીકે શરૂ થશે. હજારો લોકોએ પોતાના બ્રેનમાં ન્યૂરાલિંક ચિપને ઇમ્પ્લાંટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ લોકો ટ્રાયલમાં વોલિએંટર્સના રૂપમાં કામ કરશે.

સર્જરીમાં લાગશે Neuralinkની ચિપ

Neuralinkના ક્લિનિકલ ટ્રાયલ હેઠળ, સર્જરી કરીને માનવીય દિમાગ પર એક બ્રેન કમ્પ્યૂટર ઈંટરફેસ (BCI)ને ઈમ્પ્લાંટ કરી શકાશે. જેનાથી આ ચિપ મૂવમેન્ટ અને ઈંટેશનને રિસીવ કરશે. ત્યાર પછી તે એ કમાન્ડોને આગળ સેન્ડ કરશે. ત્યાર પછી તે ચિપસેટની સાથે કંપેટેબલ ડિવાઇસ તે કમાન્ડને રીસિવ કરશે અને આગળ કામ કરશે. Neuralinkએ જણાવ્યું કે, શરૂઆતી સ્ટેજમાં તેનો હેતુ કમ્પ્યૂટર કર્સર અને કીબોર્ડને કન્ટ્રોલ કરવાનું છે. આ કન્ટ્રોલ કમાન્ડ સીધા દિમાગમાં ફિટ કરવામાં આવેલા ચિપસેટથી મળશે.

પ્લાન શું

Neuralink બધી પરમિશન મળ્યા પછી અમુક વોલિંએંટર્સ પર આની ટ્રાયલ શરૂ કરશે. હાલમાં તે અમુક લોકો પર શરૂ થશે અને વર્ષ 2030 સુધીમાં કંપનીનો ટાર્ગેટ 22 હજાર લોકોના બ્રેનમાં આ ચિપને કન્ટ્રોલ કરવાનો છે. એલન મસ્કે 2016માં Neuralinkની શરૂઆત કરી હતી.

1500 જાનવરોને બ્રેન ચિપ ઈમ્પ્લાંટ ટ્રાયલમાં મારી નાખ્યા

થોડા મહિના પહેલા Neuralink નિયમ તોડવાને કારણે ચર્ચામાં રહી હતી. ઘણી એજન્સીઓનો દાવો હતો કે સ્ટાર્ટઅપે પોતાના ડિવાઇસની ટેસ્ટિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા જાનવરનો ખોટી રીતે યૂઝ કર્યો છે. જે પહેલાથી નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન છે. 2018થી અત્યાર સુધીમાં આ કંપની સ્ટાર્ટઅપે 1500 જાનવરોને બ્રેન ચિપ ઈમ્પ્લાંટ ટ્રાયલમાં મારી નાખ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp