
ગ્રાહકોને ઈલેક્ટ્રીક કારના વિકલ્પ તરીકે ટૂંક સમયમાં વધુ એક નવી કાર માર્કેટમાં આવવાની છે. ફ્રાન્સની પ્રમુખ વાહન નિર્માતા કંપની Citroenએ પોતાની સસ્તી ઈલેક્ટ્રીક હેચબેક EC3ને ટૂંક સમયમાં માર્કેટમાં વેચાણ માટે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં જ કંપનીએ આ ઈલેક્ટ્રીક કાર પરથી પડદો ઉઠાવી લીધો છે અને તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આ કારની ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો કારને 25000 રૂપિયાના ટોકન અમાઉન્ટ સાથે બુક કરાવી શકે છે.
Citroen EC3ને કંપની આગામી મહિને વેચાણ માટે ઉપલબ્ધ બનાવી શકે છે. કંપનીએ બે વેરિયન્ટ Live અને Feelમાં આવનારું આ ઈલેક્ટ્રીક મોડલ ઘણા હજ સુધી પોતાના રેગ્યુલર પેટ્રોલ મોડલ જેવું જ રાખ્યું છે. તેનું એક્સટીરિયર મોટેભાગે તેવું જ છે, જોકે એક ઈલેક્ટ્રીક કાર હોવાના નાતે તેના ફ્રન્ટમાં ચાર્જિંગ ફ્લેપ અને E જરૂર જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને કુલ 13 કલર અને કસ્ટમાઈઝેશન પેકેજ સાથે માર્કેટમાં ઉતારશે.
The New ë-C3 All Electric is ready to electrify the streets of India. Take a step ahead towards electric mobility and book yours today at https://t.co/eJARs7FWK4#ExpressYourËStyle pic.twitter.com/eX4EIbxGN0
— Citroën India (@CitroenIndia) January 23, 2023
તેમાં સ્પલિટ હેડલેમ્પ અને 15 ઈંચનું એલોય વ્હીલ આપવામાં આવ્યું છે, જે તેની સાઈડ પ્રોફાઈલને વધારે સારી બનાવે છે. કારની અંદર નવી ડિઝાઈનનું સેન્ટર કન્સોલ અને મેન્યુઅલ ગિયર લીવરની જગ્યાએ નવું ડ્રાઈવ કંટ્રોલર આપવામાં આવ્યું છે. ટિલ્ટ સ્ટીયરિંગ વ્હીલ, 10 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવીંગ સીટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને USB ચાર્જિંગ પોર્ટ તેના ઈન્ટીરિયરને વધારે સારું બનાવે છે. આ સિવાય અન્ય ફીચર્સ પેટ્રોલ મોડેલ જેવા જ છે.
Citroen EC3માં કંપનીએ 29.2 kwh ક્ષમતાની બેટરી પેક આપ્યું છે, જેને ચીની કંપની Svoltથી સોર્સ કરવામાં આવી છે. આ સિવાય કાર 3.3 Kwની ક્ષમતાના ઓનબોર્ડ ચાર્જરની સાથે આવે છે. આ કાર CC22 ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
આ કારમાં આપવામાં આવેલી ઈલેક્ટ્રીક મોટર 57 hpનો પાવર અને 143 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં આશરે 320 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ રીતે તમે સિંગલ ચાર્જમાં જ અમદાવાદથી સુરત (આશરે 264 કિમી) સુધીનું વન-વે સફર ખેડી શકો છો.
પીક-અપ અને સ્પીડના મામલામાં પણ આ કાર ઘણી સારી છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી Citroen EC3 માત્ર 6.8 સેકન્ડમાં 0 થી 60 કિમી સુધીની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 107 કિમી પ્રતિ કલાકની છે. DC ફાસ્ટ ચાર્જરથી તેની બેટરી માત્ર 57 મિનિટમાં જ 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે, આ સિવાય સામાન્ય ઘરેલુ ચાર્જરથી તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં આશરે સાડા 10 કલાકનો સમય લાગે છે.
જોકે લોન્ચ થતા પહેલા Citroen EC3ની કિંમત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે કંપની આ કારને 10 થી 13 લાખની વચ્ચે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. ટૂંક સમયમાં તેની કિંમતનો પણ ખુલાસો કરી દેવામાં આવશે. માર્કેટમાં આવ્યા પછી આ ઈલેક્ટ્રીક કાર મુખ્ય રૂપથી Tata Tiago EVને ટક્કર આપશે, જેની કિંમત 8.49 લાખથી લઈને 10.79 લાખ રૂપિયા વચ્ચેની છે. Tata Tiago EV સિંગલ ચાર્જમાં 250 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp