Samsung Galaxy A34 5G ટૂંક સમયમાં કરશે લોન્ચ, લોન્ચ પહેલા થયા ફીચર્સ લીક

PC: youtube.com

Samsung તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy A34 5G પર કામ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જલદીથી તેને લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેના પહેલા પણ એક વખત આ અંગેની માહિતી લીક થઈ ગઈ છે. પરંતુ ત્યારે ફોન અંગે વધઆરે માહિતી મળી ન હતી. પરંતુ હવે લીક થયેલી માહિતીમાં ફોન અંગેની વધારે જાણકારી મળી છે. રિપોર્ટ પ્રમાણે, તેમાં 48 મેગા પિક્સેલનો રિયર કેમેરો અને 5000 mAhની બેટરી આપવામાં આવી શકે છે.

Samsung Galaxy A34 5Gને હાલમાં જ SM-A346-DSN મોડલ નંબર સાથે બ્લુટુથ SIG સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવમાં આવ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે નવો ડિવાઈસ એક મિડ-રેન્જ સ્માર્ટફોન હશે. તેના સ્મૂથ એક્સપીરિયન્સને બનાવી રાખવા માટે એક્સિનોસ 1280 SOG પ્રોસેસર દ્વારા સંચાલિત થવાની વાત સામે આવી રહી છે.

યુઝર્સને ધ્યાનમાં રાખીને કંપનીની સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર, માલી G71 MP2 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ અને 6 GB રેમ આપવાની સંભાવના છે. Samsung Galaxy A34 5Gમાં 60 Hz રિફ્રેશ રેટની સાથે 6.4 ઈંચની સુપર AMOLED ડિસપ્લે આપવાની સંભાવના છે. આ સિવાય ડિવાઈસને એન્ડ્રોઈડ 13 ચલાવવા અને 15 Watt ચાર્જિંગ સપોર્ટ પણ કંપની આપી શકે છે. Samsung Galaxy A34 5Gમાં પણ પાછળની તરફ એક ક્વોડ કેમેરા સેટઅપ આપ્યું હશે, જેમાં 48 MP F/1.8 વાઈડ એંગલ લેન્સ, 8 MP F/2.2 અલ્ટ્રા વાઈડ લેન્સ, 5 MP F/2.4 મેક્રો લેન્સ અને 2 MP F/2.4 ડેપ્થ સેન્સરની સુવિધા આપવામાં આવશે.

આ યુઝર્સને ફોટોગ્રાફી ઓપ્શનની એક વાઈડ રેન્જ આપશે અને તેમને ઘણા પ્રકારની ઈમેજ કેપ્ચર કરવામાં મદદ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે સ્માર્ટફોનને ઓફિશિયલી ક્યારે લોન્ચ કરવામાં આવશે. પરંતુ બ્લુટુથ SIG સર્ટિફિકેશન પર તેની ઉપસ્થિતિથી સંકેત મળ્યો છે કે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp