આ SUVથી ડરે છે Hyundai Creta! કિંમત માત્ર 9.69 લાખ, ટૂંક સમયમાં આવશે નવો અવતાર

PC: motorbeam.com

કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી Hyundai Creta રાજ કરી રહી છે. આ સેગમેન્ટમાં ક્રેટા જેવી ઘણી SUV છે, પરંતુ વેચાણના મામલામાં આને માત્ર Kia Seltos જ ટક્કર આપી રહી છે. જો કે, Cretaનું વેચાણ સેલ્ટોસ કરતા વધારે થાય છે. ગત નવેમ્બર મહિનામાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સૌથી વધુ હ્યુન્ડાઈ ક્રેટાનું વેચાણ થયું, જેના કુલ 13321 યુનિટ્સનું વેચાણ થયું છે. સેગમેન્ટમાં વેચાણના મામલામાં કિયા સેલ્ટોસ બીજા નંબર પર રહી, તેના કુલ 9284 યુનિટ વેચાયા છે. સામાન્ય રીતે દર મહિને આવું જ રહે છે. પહેલા નંબર પર ક્રેટા હોય છે અને બીજા નંબર પર સેલ્ટોસ રહે છે. હાલની સેલ્ટોસની કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Kia Seltosનું આવવાનું છે ફેસલિફ્ટ વર્ઝન

નવી Kia સેલ્ટોસ ફેસલિફ્ટ એપ્રિલ 2023 સુધીમાં ભારતમાં આવી શકે છે. તેના બજારમાં આવ્યા પહેલા, કાર નિર્માતા નવા મોડલને જાન્યુઆરીમાં યોજાનાર દિલ્હી ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી શકે છે. નવી 2023 કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ થોડી સારી ડિઝાઇન અને અપગ્રેડેડ ઇન્ટિરિયરની સાથે આવશે. તેમાં ઘણા નવા ફીચર્સ પણ મળશે. જો કે, તેના એન્જિન સેટઅપમાં બદલાવની આશા નથી. જેનો અર્થ છે કે, મોડલ લાઇનઅપ 1.5 લીટર ટર્બો પેટ્રોલ, 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શનની સાથે ઉપલબ્ધ રેહશે.

આમાં સૌથી મોટું ફીચર અપગ્રેડ ADASના (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) રૂપમાં હશે. તેમાં 360 ડિગ્રી કેમેરા પણ મળશે. SUVમાં નવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવી અપહોલ્સ્ટ્રી અને AC માટે નવી ડિઝાઇનનું કંટ્રોલ પેનલ પણ મળશે. નવી સેલ્ટોસના એક્સટીરિયરમાં નવી ડિઝાઈનના હેડલેમ્પ, રિવાઈઝ્ડ બોનટ, નવા એલોય વ્હીલ્સ, ટ્વીક્ડ રીયર બમ્પર, નવી ટેલલેમ્પ્સ અને ફૉક્સ સ્કિડ પ્લેટ પણ હશે.

કેવો હશે દેખાવ?

કિઆએ લૉસ એંજિલ્સ મોટર શોમાં આ નવા સેલ્ટોસનું અનાવરણ કર્યું હતું. તેનું ઈન્ડિયા-સ્પેક મોડલ પણ તેવું જ હોઈ શકે છે. આમાં DRLની સાથે ઇન્ટીગ્રેટેડ વર્ટિકલ શેપ્ડ ફૉગ લાઇટ્સ, ફ્રન્ટ ગ્રિલ પર સ્ટાર મેપ સિગ્નેચર લાઇટિંગ, નવું બમ્પર, ટાઇગર નોઝ ગ્રિલ, LED ટેલ-લાઇટ્સ, ફુલ પ્રોજેક્શન LED હેડલેમ્પ્સ મળશે.

હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ સાથે થશે સ્પર્ધા

આ કાર દેશમાં હ્યુન્ડાઈની ક્રેટા ફેસલિફ્ટ સાથે સ્પર્ધા કરશે, જે આવતા વર્ષે લોન્ચ થવાની છે. આ કારમાં હાલના મોડલ જેવું જ એન્જિન જોવા મળી શકે છે. પરંતુ ફીચર્સ અને ઈન્ટીરીયરમાં ફેરફાર કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp