
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki એ ઘરેલૂં બજારમાં પોતાની સૌથી અફોર્ડેબલ SUV Maruti Fronx લોન્ચ કરી દીધી છે. આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજ્જ આ SUVની શરૂઆતી કિંમત માત્ર 7.46 લાખ રૂપિયા છે, જે ટોપ મોડલ માટે 13.13 લાખ રૂપિયા સુધી જાય છે. બજારમાં આ કાર મુખ્યરૂપે Tataની બેસ્ટ સેલિંગ SUV Tata Nexon ને ટક્કર આપશે. કંપની આ SUVનું વેચાણ પોતાના પ્રીમિયમ NEXA ડીલરશિપ દ્વારા કરી રહી છે. તેનું બુકિંગ પહેલા જ શરૂ થઈ ગયુ છે. Maruti Suzukiએ અગાઉના ઓટો એક્સ્પો દરમિયાન પોતાની Maruti Fronx પ્રદર્શિત કરી હતી, તે દરમિયાન આ SUV નું બુકિંગ પણ શરૂ થઈ ગયુ હતું. ગ્રાહકો લાંબા સમયથી આ SUVની રાહ જોઈ રહ્યા હતા. કંપનીએ આ SUVને કુલ 5 વેરિયન્ટ્સમાં રજૂ કરી છે, જેમા Sigma, Delta, Delta Plus, Zeta અને Alpha સામેલ છે.
નવી Maruti Fronx ને કંપનીએ બે પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે રજૂ કરી છે. તે 1.0 ટર્બો-પેટ્રોલ અને 1.2 પેટ્રોલ એન્જિન સાથે આવી રહી છે. તેને ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી રહી છે.
તેનું ટર્બો પેટ્રોલ એન્જિન 100 PS નો પાવર અને 147Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમજ, નેચરલ એસ્પિરેડેટ K-સીરિઝ એન્જિન 89.73 PS નો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ SUVને 5-સ્પીડ મેન્યુઅલ, ઓટોમેટિક અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવશે.
વેરિયન્ટ્સ |
કિંમત (એક્સ શોરૂમ) |
Sigma 1.2 MT |
7.46 લાખ રૂપિયા |
Delta 1.0 MT |
9.72 લાખ રૂપિયા |
Delta 1.2 MT |
8.32 લાખ રૂપિયા |
Delta 1.2 AMT |
8.87 લાખ રૂપિયા |
Delta+ 1.2 MT |
8.72 લાખ રૂપિયા |
Delta+ 1.2 AMT |
9.27 લાખ રૂપિયા |
Zeta 1.0 MT |
10.55 લાખ રૂપિયા |
Zeta 1.0 AT |
12.05 લાખ રૂપિયા |
Alpha 1.0 MT |
11.47 લાખ રૂપિયા |
Alpha 1.0 AT |
12.97 લાખ રૂપિયા |
Alpha 1.0 MT Dual Tone |
11.63 લાખ રૂપિયા |
Alpha 1.0 AT Dual Tone |
13.13 લાખ રૂપિયા |
તેનું 1.2 લીટર પેટ્રોલ વેરિયન્ટ 21.79 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપશે. તેમજ તેનું 1.0 લીટર ટર્બો પેટ્રોલ મેન્યુઅલ વેરિયન્ટ 21.5 કિલોમીટર પ્રતિલીટર અને ઓટોમેટિક વેરિયન્ટ 20.01 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપશે.
આ SUVના ઇન્ટીરિયરને ડ્યૂઅલ ટોન થિમથી સજાવવામાં આવ્યું છે. લેધર-રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ, ડોર હેન્ડલ પર ક્રોમ, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, રિયર પાર્સલ ટ્રે, વાયરલેસ ચાર્જર, પેડલ શિફ્ટર, ક્રૂઝ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડ્જેસ્ટેબલ આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર, કી લેસ એન્ટ્રી, હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, પાવર વિંડો, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઓવર ધ એર અપડેટ, 4-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ વિંગ મિરર અને સ્ટીયરિંગ વ્હીલ-માઉન્ટેડ કંટ્રોલ વગેરે ફીચર્સ મળે છે.
સેફ્ટી ફીચર્સ તરીકે તેમા હેડ અપ ડિસ્પ્લે, 360 વ્યૂ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ આસિસ્ટ, સાઇડ અને કર્ટન એરબેગ, ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ, રિયર વ્યૂ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર, રિયર ડિફોગર (ઇલેક્ટ્રિક), એન્ટી-થેફ્ટ સિક્યોરિટી સિસ્ટમ, ISOFIX ચાઇલ્ડ સીટ રેસ્ટ્રેંટ સિસ્ટમ, ઇનસાઇડ રિયર વ્યૂ મિરર જેવા ફીચર્સ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp